રાજ્યના ઠંડા વાતાવરણથી બહુ હરખાવાની જરૂર નથી, ગરમીના આ અપડેટ પણ જાણી લેજો
બે દિવસ ગુજરાતવાસીઓને કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મળી હતી. 42-43 ડિગ્રીનો પારો સાધી જ 5 થી 6 ડિગ્રી ઓછો થઈ જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જેને કારણે લોકોએ રાહત અનુભવી છે. પરંતુ આ હરખ લાંબો સમય નહિ રહે. હવામાન ખાતાની માહિતી મુજબ, ફરીથી ગરમીનો પારો 41-42એ પહોંચી શકે છે. લોકોને ફરીથી આકરા તાપમાં શેકાવુ પડશે.
હિતલ પારેખ/ અમદાવાદ :બે દિવસ ગુજરાતવાસીઓને કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મળી હતી. 42-43 ડિગ્રીનો પારો સાધી જ 5 થી 6 ડિગ્રી ઓછો થઈ જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જેને કારણે લોકોએ રાહત અનુભવી છે. પરંતુ આ હરખ લાંબો સમય નહિ રહે. હવામાન ખાતાની માહિતી મુજબ, ફરીથી ગરમીનો પારો 41-42એ પહોંચી શકે છે. લોકોને ફરીથી આકરા તાપમાં શેકાવુ પડશે.
ગુજરાતમાં ભલે માવઠું થયું હોય પણ ઉનાળાની ગરમીમાં રાહત નહિ મળે. 23મી એપ્રિલના રોજ મતદાનના દિવસે રાજ્યમાં 41 થી 43 ડિગ્રી જ તાપમાન રહેશે. આગામી 19 એપ્રિલથી એક સપ્તાહ દરમ્યાન તાપમાનનો પારો ખૂબ ઊંચો રહેવાની આગાહી હવામાન જ્યોતિષી અંબાલાલ પટેલે કરી છે.
બે રાજ્યની સરહદો વચ્ચે ઝોલા ખાતુ ગામ, 23મીએ નહિ કરી શકે ગુજરાતમાં મતદાન
મંગળવારે રાજ્યના 11 જિલ્લાના 49 તાલુકામાં માવઠું જોવા મળ્યું. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તેની સૌથી મોટી અસર જોવા મળી હતી. આ વિસ્તારોમાં વરસાદી છાંટાથી લઈને અડધા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો અનેક જગ્યાઓએ બરફના કરા પડ્યા હતા. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. કેસર કેરી, ઘઉં અને મરી-મસાલાના પાકોને નુકસાન થશે તેવી આગાહી હવામાન જ્યોતિષી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આ જ પ્રકારે અગામી મે માસમાં ફરીથી રાજ્યમાં આંધી તોફાન આવશે તેવું તેમનુ કહેવુ છે.
42-43 ડિગ્રીમાં જ મતદાન કરવુ પડશે
રાજ્યમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે અને ૨૩મી એપ્રિલના રોજ મતદાનનું મહાપર્વ ઉજવાશે. જોકે મતદારોને ભારે ગરમીમાં જ મતદાન કરવાનો વારો આવશે. આવતીકાલે 19 એપ્રિલથી તાપમાનમાં વધારો થવાનો છે. અંબાલાલ પટેલનું સ્પષ્ટ માનવું છે કે, પશ્ચિમ વિધ્નને કારણે માવઠું થયું છે અને આગામી દિવસોમાં ગરમી અને માવઠું થતું જ રહેશે.
‘કાંટે કી ટક્કર’ જેવા ગણાતા સૌરાષ્ટ્ર ગઢમાં પીએમ મોદી અને રાહુલ ગાંધીનો આજે પ્રચાર
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્ય સહિત દેશના વિવિધ વિસ્તારમાં વરસાદ લાવનાર તોફાની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ પૂર્વ તરફ ફંટાઈ ગઈ છે. જેને કારણે અરબી સમુદ્રમાં આવતા ભેજનું પ્રમાણ ઘટી ગયું છે. જોકે, ભેજ ઘટવાથી સિસ્ટમ હજી પણ નબળી પડી સકે છે. તેથી આવતીકાલથી વાતાવરણમાં 4 થી 6 ડિગ્રી વધી જશે. જેને કારણે ફરીથી હીટવેવ અનુભવાશે. એક સપ્તાહ સુધી લોકોને ગરમીમાંથી મુક્તિ મળી હતી, પણ આવતીકાલથી ગરમી ફરીથી અનુભાવા લાગશે અને શનિવારે હીટવેવ પૂરી રીતે અનુભવાશે, જે 23 એપ્રિલ સુધી યથાવત રહેશે.