રાજ્યમાં ગરમીનો કહેર યથાવત: કંડલા એરપોર્ટ 45 ડિગ્રી સાથે સૌથી હોટ
રાજકોટ, અમદાવાદનું તાપમાન 43 ડિગ્રીને પાર, હજી બે દિવસ રહેશે હિટવેવની અસર
અમદાવાદ: સતત વધી રહેલી ગરમીથી સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં પણ ગરમીનો પારો સતત વધી રહ્યો છે. એક તરફ વરસાદ વહેલા થવાના અણસાર વર્તાઇ રહ્યા છે. પરંતુ ગરમી અંતિમ ચરણમાં આગ ઓકી રહી છે. ત્યારે આજે સતત ત્રીજા દિવસે ભુજમાં ગરમીનો પારો ઉંચકાયો હતો અને ગરમીનો પારો 43 ડીગ્રી રહ્યો હતો. હવામાં ભેજનું પ્રમાણ ઘટવાની સાથે કચ્છમાં ગરમીનો પારો વધી રહ્યો છે. ગઇકાલે પણ કંડલા કરતા વધુ તાપમાન ભુજનું નોંધાયુ હતું ત્યારે આજે પણ ભુજમાં ગરમીનો પારો 43 ડીગ્રી પર પહોચ્યો હતો.
ધોળકામાં દલિત યુવાને નામ પાછળ સિંહ લગાડતાં તંગદિલી, યુવકના ઘરે ગોઠવાયો બંદોબસ્ત
હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આગામી દિવસમાં ગરમીનો પારો એક સપ્તાહ પછી હવે ઘટે તેવી શક્યતા છે. હાલ હવામા ભેજનુ પ્રમાણ ઘટવાથી ગરમી વધી રહી છે. જો કે છેલ્લા એક સપ્તાહમાં વધી રહેલી ગરમીથી તેની અસર જનજીવન પર પડી છે અને બપોરના સમયે લૂ ના કારણે કુદરતી સંચારબંધીના દ્રશ્યો સર્જાતા જોવા મળી રહ્યા છે. જેની અસર મોડી રાત સુધી લોકો અનુભવી રહ્યા છે.
હવામાન વિભાગના આંકડા
હવામાન વિભાગે રજૂ કરેલા આંકડા પર નજર કરીએ તો, સુરેન્દ્રનગર અને કંડલા એરપોર્ટ પર સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો નલિયામાં 44.2 ડિગ્રી, ડીસામાં 44.1 ડિગ્રી અને ભુજમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું. જ્યારે અમદાવાદમાં અમદાવાદ 43.4 ડિગ્રી, ગાંધીનગરમાં 43.5 ડિગ્રી, રાજકોટમાં 43.6 ડિગ્રી, અમરેલીમાં 42.8 ડિગ્રી અને વલ્લભ વિદ્યાનગર 42.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તે જ પ્રમાણે ભાવનગરમાં 41.7 ડિગ્રી, વડોદરામાં 41.6 ડિગ્રી, સુરતમાં 34 ડિગ્રી, મહુવામાં 35.4 ડિગ્રી અને વલસાડમાં 34.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.