ગુજરાત :આ વખતે એપ્રિલની ગરમી 17 વર્ષનો રેકોર્ડ તોડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત પર ઉત્તર-પશ્ચિમી ગરમ હવાનું મોજુ ફરી વળશે. બંગાળની ખાડી પર એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે. આ વાવાઝોડું ગુજરાત પર આવતા પવનમાંથી ભેજ ખેંચી લે છે. જેના કારણે ગરમ અને સૂકા પવનો ફૂંકાશે. અમદાવાદમાં આજે અને આવતીકાલે એપ્રિલે ગરમીનો પારો 45 ડિગ્રી પાર જશે. જ્યારે રાજ્યનાં સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતનાં અમરેલી, સુરેન્દ્રનગર, વડોદરા, ભરૂચ, મહેસાણા અને જૂનાગઢમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોચશે. હવામાન વિભાગની આગાહી મુજબ, કેટલાક વિસ્તારોમાં 45 ડિગ્રી પાર કરે તેવી શક્યતા છે. અમદાવાદ શહેરમાં શુક્રવારે ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું આપવામાં આવ્યુ આવ્યુ હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં હજુ આગામી બે દિવસ ગરમીનો કહેર વર્તાશે. આગામી બે દિવસમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચવાની હવામાન વિભાગે આગાહી આપવામાં આવી છે. અમદાવાદમાં તો હવે ઓરેન્જ એલર્ટ અપાયું છે.


ગરમીનો પારો ઉનાળાના જૂના તમામ રેકોર્ડ તોડી શકે છે. સુરતમાં ગઈકાલે અપાયું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે સતત બે દિવસનું યલો એલર્ટ જાહેર કર્યું છે. પ્રશાસને બપોરના સમયે કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. ગઈ કાલે સુરતમાં 42.1 ડિગ્રી તાપમાન હતું. રાજ્યનાં અન્ય શહેરોમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર જઈ શકે છે.