Gujarat Weather Forecast  : ગુજરાતમાં આજે અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે નવસારી, વલસાડ, જામનગર, જુનાગઢની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ ઉભી થઈ છે. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. રાજ્યના ડેમો પણ પાણીની આવકથી છલકાઈ ગયા છે. ત્યારે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી છે. પરંતુ આ સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કરી કે, હજી પણ રાજ્યમાં ભારે વરસાદના વાદળો ઘેરાયેલા છે. આજે ભલે આકાશ કોરું લાગે, પણ ક્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ જશે તેની ખબર નહીં પડે. ભારે વરસાદ લોકો માટે આફત લાવશે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની નદીઓમાં પૂર લાવશે. હવે 2 જુલાઈ સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડશે. ત્યાર બાદ 8 થી 12 જુલાઈ વચ્ચે ગ્રહોની સ્થિતિને કારણે વરસાદ અને ભારે પવન રહેશે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે પવન રહેશે તે સૂચક ઘટના ઘટાવશે. આ ચોમાસુ અનિયમિત રહેશે, અનિશ્ચિતતા રહેશે. 


નવસારીની નદીઓમાં પૂર આવ્યું :પાણીમાં ફસાયેલા આહીર પરિવાર માટે દેવદૂત બન્યા મજૂરો


તો આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગે આગાહી કરી કે, ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મધ્યમ વરસાદ રહી શકે છે. તો આવતીકાલથી વરસાદ ઓછો થશે. 2 જી જુલાઈથી વરસાદનું જોર ક્રમશઃ ઘટશે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. તો સાંજના સમયે એકાદ જગ્યાએ અમદાવાદમાં વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાત વલસાડ, નવસારી, આણંદ, તાપી, નર્મદા, ભરૂચ,તાપીમાં આજે ભારે વરસાદની આગાહી છે. ગીરસોમનાથ,  પોરબંદર, જૂનાગઢ, ભાવનગરમાં પણ ભારે વરસાદ રહી શકે છે. 


બસ, ગુજરાતમાં આ જ જોવાનું બાકી રહ્યું, કચ્છની શાળામાં હિન્દુ બાળકોને નમાજ અદા કરાવા


ગુજરાતમાં આજે સવારથી 6 કલાકમાં 89 તાલુકામાં વરસાદ રહ્યો છે. જામનગરમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો તાપીના વ્યારા અને વલસાડના ધરમપુરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો. તો 6 તાલુકામાં 2 ઈંચથી વધારે વરસાદ રહ્યો. રાજ્યમાં સારા વરસાદથી નદી અને જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. રાજ્યના 207 જળાશયોમાં 41.30 ટકા પાણીનો સંગ્રહ થયો છે. તો કચ્છ-સૌરાષ્ટ્રના 7થી વધારે જળાશયો વરસાદી પાણીથી છલકાયા છે. 



જામનગરમાં જમાવટ 
જામનગર મા મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. જામનગર જિલ્લાના જામનગર તાલુકામા છેલ્લા બે કલાકમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. સન્માર્ગે ૬ થી બપોરે ૧૨ વાગ્યા સુધી રાજ્યના ૮૯ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સવારે ૬ થી બપોરે ૧૨ વાગ્યા સુધી મા વરસાદ નોંધાયો 


  • જામનગરા તાલુકા મા કુલ ૭ ઈંચ વરસાદ 

  • તાપીના વ્યારા તાલુકા મા ૪ ઈંચ વરસાદ

  • વલસાડના ધરમપુર તાલુકા મા ૪ ઈંચ વરસાદ



જામકંડોરણા માં ગત રાત્રિએ વરસેલા ધોધમાર વરસાદએ તારાજી સર્જી છે. જામકંડોરણામાં ઉતાવળી નદી પર બનાવામાં આવેલ રિવર ફ્રન્ટના પાણી રહેણાક વિસ્તારમાં ઘુસ્યા છે. ગત રાત્રિએ જામકંડોરણામાં 6 ઇંચ જેટલો વરસાદ વરસતા રહેણાંક વિસ્તારો પાણી પાણી થયા છે. જલારામ મંદિર વિસ્તાર માં અનેક રહેણાક મકાનોમાં વરસાદી પાણી ઘૂસી આવ્યા છે. ઉતાવળી નદીમાં આવેલ ઘોડાપૂરના પાણી ઘરોમાં ઘુસી જવાને કારણે લોકોને ભારે નુકસાન થયું છે. અનાજ કરિયાણાની સહિતની વસ્તુઓ પલળી ગઈ છે. રિવરફ્રન્ટમાં પણ ભારે નુકશાની સામે આવી છે.