અમદાવાદઃ ગુજરાતમાં શ્રાવણ મહિનામાં પણ સારો વરસાદ પડ્યો છે. રાજ્યમાં હજુ વરસાદની સીઝન પૂર્ણ થઈ નથી. હવામાન વિભાગ દ્વારા આજથી ત્રણ દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે હજુ પાંચ દિવસ રાજ્યમાં સારો વરસાદ પડશે. જેમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી
રાજ્યના હવામાન વિભાગની માહિતી પ્રમાણે આજે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 23 ઓગસ્ટે બનાસકાંઠા, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં ભારે વરસાદ પડશે. 


આ પણ વાંચો- કેજરીવાલના ગુજરાતીઓને વચન, શિક્ષણ-સ્વાસ્થય મુદ્દે આપી વધુ એક ગેરેન્ટી 


રાજ્યમાં કેવું રહેશે વાતાવરણ
રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમાં મોહંતીએ આપેલી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારો વરસાદ પડવાનો છે. તો દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. હવામાન વિભાગે ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. તો 22 ઓગસ્ટે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની શક્યતા છે. 23 ઓગસ્ટે અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી છે. 


ત્રણ દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે
રાજ્યના હવામાન વિભાગ પ્રમાણે લો પ્રેસર સિસ્ટમ બની હોવાને કારણે રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે. કુલ પાંચ દિવસ રાજ્યમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટરે કહ્યું કે, ત્રણ દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવા લાગશે. એટલે કે શ્રાવણના અંત સુધીમાં ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube