અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં આગામી ત્રણ કલાક ખુબ જ ભારે! ગમે ત્યારે તૂટી પડશે વરસાદ
Gujarat Rain Forecast: આજે સવારના 6થી બપોરના 2 વાગ્યા સુધીમાં ગુજરાતના 12 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં મહેસાણામાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે જ હજુ 7 દિવસ સુધી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદે વિદાય લઇ લીધી હોવા છતાં હજુ અન્ય રાજ્યોમાં વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. નવરાત્રિમાં વરસાદે વિરામ લીધા બાદ ગઇકાલથી (ગુરુવાર) ફરી રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આ દરમિયાન હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હાલ હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિતના કેટલાક જિલ્લાઓમાં આગામી ત્રણ કલાકમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સિવાય હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે આગાહી કરી છે, જેમાં અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, પંચમહાલ, સુરત, ડાંગ, નવસારી, વડોદરા, વલસાડ, ભરૂચ, અરવલ્લી, ગાંધીનગર, આણંદ, ખેડા, મહીસાગર, મહેસાણા, દાદરા અને નગર હવેલી અને દમણમાં વરસાદ પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રના દરિયા કિનારા પાસેના જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
મહત્વનું છે કે, આજે સવારના 6થી બપોરના 2 વાગ્યા સુધીમાં ગુજરાતના 12 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં મહેસાણામાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે જ હજુ 7 દિવસ સુધી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા રહેશે. 9 ઓક્ટોબરથી વરસાદની શકયતા નહિવત છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સામાન્ય વરસાદ રહેશે. વરસાદી ટ્રફને લીધે વરસાદ રહેશે તેવું હવામાન વિભાગનું કહેવું છે.