અમદાવાદ: દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે ત્યારે આગામી પાંચ દિવસમાં સમગ્ર રાજ્યને મેઘા ઘમરોળે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં આગામી બે દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ અન દીવમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. અપરએર સાઈક્લોનિક સર્ક્યુલેશનથી આગામી પાંચ દિવસ રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં હળવાથી અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

11મી જુલાઈથી રાજ્યમાં ચોમાસું જોર પકડે તેવા સંકેત હવામાન વિભાગે આપ્યા છે આ સાથે જ બુધવારથી અમદાવાદમાં ચોમાસુ જામે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. 11 જુલાઈએ માત્ર અમદાવાદ જ નહીં પરંતુ કચ્છ અને ઉત્તર ગુજરાત સુધી ચોમાસુ પહોંચશે પરંતુ ત્યાં હળવા વરસાદથી લોકોએ સંતોષ માનવો પડે તેવી શક્યતા વર્તાઈ રહી છે. 

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ક્યાં અને ક્યારે જાણવા કરો ક્લિક  


આગામી પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ વલસાડ, નવસારી, ડાંગ તેમજ તાપીમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ પડી શકે છે. આ તરફ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી તેમજ ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે. તો કેન્દ્રશાશિત પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ઉમરગાવમાં 8 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો: ટીંભીનુ તળાવ છલકાયું 


હાઈવે રેઇનફોલ ચેતવણી:
દિવસ 1: દક્ષિણ ગુજરાત પ્રદેશના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જીલ્લાના અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.


દિવસ 2: દક્ષિણ ગુજરાત પ્રદેશના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, જીલ્લાના જીલ્લાઓમાં અત્યંત ભારે ભારે વરસાદ પડી શકે છે.
દમણ, દાદરા નગર હવેલી


દિવસ 3: દક્ષિણ ગુજરાત પ્રદેશના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જીલ્લાના અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની ભારે શક્યતા છે.


દિવસ 4: ​​દક્ષિણ ગુજરાત પ્રદેશના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ, દાદરા નગર હવેલી જિલ્લાના જુદા જુદા સ્થળોએ ભારે વરસાદની ભારે શક્યતા છે. સૌરાષ્ટ્રના જીલ્લાઓમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.


દિવસ 5: વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, દક્ષિણ ગુજરાત પ્રદેશના જીલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના જીલ્લાઓમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.