Gujarat Monsoon: રાજ્યમાં હવે ધીરે-ધીરે ઠંડીએ જોર-જોર પકડ્યું છે. ત્યારે રાજ્યમાં માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ભરશિયાળે 12, 13 અને 14 ડિસેમ્બરે દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, તો ભાવનગરમાં પણ 14મી ડિસેમ્બરે કમોસમી વરસાદની શક્યતા રહેલી છે. 5 દિવસ બાદ ફરી ઠંડીનું જોર વધશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી 12, 13 અને 14 તારીખે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે. ત્યારબાદ 14 ડિસેમ્બરે ભાવનગરમાં પણ કમોસમી વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં પણ વરસાદ પડી શકે છે. બીજી બાજુ આજે નલિયામાં સૌથી ઓછું 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જયારે અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન છે.


બીજી બાજુ તમિલનાડુ બાદ આંધ્રપ્રદેશમાં મૈંડૂસ વાવાઝોડાથી તબાહી મચેલી છે. વાવાઝોડાની અસરના પગલે અનેક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. ઠેર ઠેર પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી રહી છે, ત્યારે તેની અસર ગુજરાતમાં વર્તાશે કે કેમ તેની ચર્ચાઓ ચાલી રહી છે.


હવામાન વિભાગની આગાહી
આગામી 5 દિવસને લઈને હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ વાતાવરણ સુકું રહેશે. ત્યારબાદ 3 દિવસ રાજ્યમાં કમોસમી હળવો વરસાદ આવી શકે છે. આગામી 12 અને 13 ડિસેમ્બરે દક્ષિણ ગુજરાતમાં અત્યંત સામાન્ય વરસાદ આવી શકે છે. હાલ સાંજ પડે ત્યારબાદ સુસવાટા મારતો પવન ફૂંકાતા ઠંડીનું જોર વધવા લાગે છે. ત્યારે હવે ગુજરાતમાં ઠંડીનું જોર એકાએક વધવાની શક્યતા રહેલી છે.


ડાંગ, વલસાડ, નવસારી અને તાપીમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી છે. બંગાળની ખાડીમાં સાયક્લોન ઉદભવતા ગુજરાતનું વાતાવરણ બદલાશે. અરબી સમુદ્રમાં વાદળિયું વાતાવરણ સર્જાશે. હાલ ઠંડીથી રાહત મળશે, પણ 5 દિવસ બાદ વાતાવરણમાં ઠંડી અનુભવાશે.