અમદાવાદ :મેઘરાજા આ ચોમાસામાં માત્ર દક્ષિણ ગુજરાતમાં જ મહેરબાન હોય તેવું લાગે છે. જ્યારથી ચોમાસાનું આગમન થયું છે, ત્યારથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વધુ વરસાદ રહ્યો છે. ત્યારે ફરીથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાયક્લોનિક સરક્યુલેશન કારણે દક્ષિણ ગુજરાતમાં  ભારે વરસાદ પડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એનડીઆરએફની ટીમ તૈનાત
દક્ષિણ ગુજરાતમાં આજે અતિ ભારે વરસાદની આગાહી છે. દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. તો વલસાડ અને નવસારીમાં પણ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહીને લઈને એનડીઆરએફની ટીમ સતર્ક થઈ છે. નવસારીમાં NDRFની એક ટીમ મોકલવામાં આવી છે. વલસાડ નવસારી અને સુરતમાં એક એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. 



અમદાવાદમાં હળવા વરસાદની આગાહી 
હવામાન ખાતાએ જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આગામી ચોવીસ કલાકમાં વરસાદ વરસી શકે છે. તો અમદાવાદમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. જ્યારે કે કચ્થમાં વરસાદ નહિવત રહેશે. તો કેટલાક વિસ્તારોમાં વીજળી સાથે વરસાદની શક્યતા છે. 


ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજી પણ વ્યવસ્થિત વરસાદ પડ્યો નથી. જેમાં અમદાવાદ પણ સામેલ છે. અમદાવાદ ભેજને કારણે અનેક લોકો અકળામણનો અનુભવ કરી રહ્યાં છે. વાતાવરણ ગરમ રહેવાથી લોકોમાં ઉકળાટ વધ્યો છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :