અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પગલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતથી ચોમાસુ અમદાવાદ તરફ આગળ વધી રહ્યું છે. અમદાવાદમાં પણ આગામી ત્રણ દિવસમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હજુ ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દક્ષિણ, મધ્ય ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝઘડીયા-રાજપીપાળા રૂટની બસ અવિધા નજીક પાણીમાં ફસાઇ, 21 મુસાફરોને બચાવાયા


વલસાડમાં ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ
દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ પર છે. જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓને કાર્યાલય ન છોડવાના આદેશ કરવામાં આવ્યા છે. સુરત ખાતે કોઈ આફતના સમયે મદદ માટે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જરૂર જણાશે તો વધારે મદદ પણ માંગવામાં આવશે. હાલ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ થયું છે.


વડોદરામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા