અમદાવાદઃ રાજ્યભરમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે. સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉપરાંત ખેડા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં પણ ભારે વરસાદની આગાહી છે. જ્યારે ડાંગ, તાપી, સુરત, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. આ ઉપરાંત પણ 24 કલાક સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના અમરેલી, મોરબી, પોરબંદર, ભાવનગર, રાજકોટ, દેવ ભૂમિ દ્વારકામાં પણ ભારે વરસાદ પડી શકે છે. સુરેન્દ્રનગર, જામનગર અને સોરઠ પંથકના જૂનાગઢમાં પણ શ્રીકાર વર્ષાની આગાહી છે. આથી, આગામી 24 કલાક રાજ્યભરના વિવિધ શહેરોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ: ગીરગઢડામાં ૨૦ ઇંચ; ઉનામાં ૧૪ ઇંચ અને કોડીનારમાં ૧૩ ઇંચ વરસાદ


અમદાવાદમાં કંટ્રોલરૂમ કાર્યરત
અમદાવાદમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહીને લઇ વહીવટીતંત્ર એલર્ટ થયું છે. વરસાદની આગાહીને લઇ 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. અધિકારીઓને રાઉન્ડ ધ કલોક ડ્યુટી ફાળવાઇ છે. છેવાડાના ગામડાઓ સુધી મદદ પહોંચે તે માટે મામલતદાર અને પ્રાંત અધિકારીઓને સતર્ક રહેવાના આદેશ અપાયા છે. ભારે વરસાદ પડશે એનડીઆરએફની ટીમને બોલાવવાની તૈયારી કરી દેવામાં આવી છે.