અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદમાં આજે વહેલી સવારે 4થી 6 વાગ્યામાં પોણા બે ઈંચ વરસાદ તૂટી પડ્યો હતો. અમદાવાદમા વહેલી સવારે ચાર વાગ્યા બાદ વીજ કડાકા ભડાકા સાથે શરૂ થયેલા વરસાદે પૂર્વના અનેક વિસ્તારોને પાણી પાણી કરી દીધા. ઓછા સમયમાં વધુ વરસાદ વરસતા અનેક સ્થળોએ પાણી ભરાયા. શહેરમાં ગઈ કાલ સવારના 6 વાગ્યાથી લઈને આજે સવારે 6 વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ 51.92 મિમી (2 ઈંચ) વરસાદ નોંધાયો. જેમાંથી 44 મિમી જેટલો વરસાદ તો આજે સવારે 4 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન જ નોંધાયો છે. જેથી અમદાવાદના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં વહેલી સવારે ચાર કલાક બાદ વીજ કડાકા ભડાકા સાથે શરુ થયેલ વરસાદે પૂર્વના અનેક વિસ્તારોને પાણી પાણી કરી દીધા છે. હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાઈ ગયું છે. હાઈટકેશ્વર, અમરાઈવાડી 132 ફુટના રિંગરોડ પર વરસાદી પાણીનો ભરાવો થયો છે. તો હાટકેશ્વરમાં આવેલ આઈશ્રી ખોડિયાર મંદિર (વાવ) સકુંલમા વરસાદી પાણી ભરાઈ ગયું છે. જોકે મંદિર સકુંલમા ચાલતા સમારકામને લઈને તે શ્રદ્ધાળુઓને દર્શન માટે અગાઉથી જ બંધ કરી દીધું હતું.