અંબાજીઃ અંબાજીમાં સાંજે ધોધમાર વરસાદ થયો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. હાઈવે માર્ગો પર પણ પાણી ભરાયા છે. માત્ર 30 મિનિટ વરસાદમાં અંબાજીમાં પાણી-પાણી થઈ ગયું હતું. ભારે વરસાદને કારણે અનેક વાહનો પાણીમાં અટવાયા હતા. વીજળીના કડાકા ભડાકા સાથે અંબાજીમાં ભારે વરસાદ પડી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના 32 તાલુકામાં વરસાદ
મહત્વનું છે કે આજે સાંજે 6 કલાકથી રાત્રે 8 કલાક સુધી રાજ્યના 32 તાલુકામાં વરસાદ પડ્યો છે. આ દરમિયાન બનાસકાંઠાના અમિરગઢમાં દોઢ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. તો અમદાવાદના ધંધુકામાં એક ઈંચથી વધુ વરસાદ થયો છે. તો ભરૂચના અંકલેશ્વરમાં 20 મિમી, સાબરકાંઠાના પ્રાંતિજમાં 20 મિમી, બોટાદના રાણપુરમાં 15 મિમી વરસાદ પડ્યો હતો. 


રાજ્યમાં ફરી જામી વરસાદની સીઝન
રાજ્યમાં જ્યારથી ભાદરવો મહિનો શરૂ થયો છે ત્યારથી વરસાદની સીઝન ફરી જામી છે. રાજ્યમાં અનેક જગ્યાએ ભારે વરસાદ થયો છે. આ સાથે નવા પાણીની આવક થતા નદીઓ અને ડેમો પણ ભરાવા લાગ્યા છે. ખેડૂતોના પાકને પણ નવજીવન મળ્યું છે. રાજ્યમાં હજુ પણ થોડા દિવસ આ વરસાદની સીઝન રહેવાની છે. મહત્વનું છે કે શ્રાવણ મહિના સુધી રાજ્યમાં વરસાદની ઘટ જોવા મળી રહી હતી.