અમરેલી, કેતન બગડા: અમરેલી જીલ્લાના દરિયા કાંઠે આખી રાત વરસાદ પડવાના કારણે કેટલાક વિસ્તારમાં  પાણી ભરાઇ ગયા છે. રાજુલાના વિક્ટર, દાતરડી, ચાન્સ બંદર, ખેરા પટવા ડુંગર સહિત વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો છે. વિક્ટરમાં 5 ઇંચ વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. જો કે હવે પાણી ઉતરી રહ્યા હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરેલીના ખાંભા તાલુકાના રબારીકા અને સાળવા ગામે આવેલ માલણ નદી ઉપરનો ચેકડેમ ઓવરફ્લો થયો છે.  આ વિસ્તારમાં રાતભર 6 ઈંચ વરસાદ પડતા ચેકડેમ ઓવરફ્લો થયો છે.


VIDEO અમરેલી: વરસાદ ધોધમાર, વડિયામાં બરબાળા બાવળની નદીમાં યુવક તણાયો


અત્રે જણાવવાનું કે રાજ્યના 28 જિલ્લાના 157 તાલુકાઓમાં વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 30 તાલુઓમાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં વઘઈમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ ખાબક્યો છે.