અલકેશ રાવ/બનાસકાંઠા :ગુજરાતમા સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે સવારે 6થી 10 વાગ્યા સુધી રાજ્યના 147 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે. આજે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જેમા બનાસકાંઠામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. 


  • થરાદમાં 6 ઈંચ

  • સુઈગામમાં 3 ઈંચ વરસાદ

  • પાલનપુર અને લાખણીમાં 2.5 ઈંચ વરસાદ

  • નવસારીના ખેરગામમાં 2.5 ઈંચ વરસાદ

  • મહેસાણા અને ખેડામાં 1.5 ઈંચ વરસાદ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના ભાભર, સૂઈગા, દિયોદર, થરાદ, પાલનપુરમાં વરસાદ પડતાં અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ ગત રાત્રિથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાયા છે. તો બીજીબાજુ પાલનપુરમાં બે કલાકમાં પડેલા સવા ઇંચ વરસાદના કારણે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ગેટ આગળ તેમજ હોસ્પિટલ પરિસરમાં પાણી ભરાતા દર્દીઓ અને તેના પરિવારજનોને પાણીમાંથી ચાલવા મજબુર બનવું પડ્યું છે. પાલનપુરના બારડપુરા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો જિલ્લાના પાલનપુર, ડીસા, દાંતીવાડા, દાંતા, વડગામ સહિત અનેક પંથકમાં હાલ ધીમીધારે વરસાદ વરસી રહ્યો હોવાથી ધરતી પુત્રો અને લોકોમાં ખુશી છવાઈ છે. 



બનાસકાંઠાના થરાદમાં 6 કલાકમાં 5.5 ઇંચ વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી વરસી રહેલા વરસાદને લઈ રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાયા છે. થરાદના નારાંદેવી મંદિરથી માર્કેટયાર્ડ જવાના રસ્તા ઉપર ઘૂંટણ સમા પાણી ભરાયા છે. જેથી રોડ રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચલાવવું મુશ્કેલ બન્યુ છે. સરહદીય વાવ-થરાદ, સુઈગામમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. થરાદમાં ખેતરોમાં પણ ભરાયા વરસાદી પાણી ભરાયા છે.