નવનીત દલવાડી ભાવનગર :ભાવનગર જિલ્લામાં સીઝનનો 14% વરસાદ ત્રણ દિવસમાં વરસી ગયો છે. ઉમરાળા, પાલિતાણા, સિહોરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. તો જિલ્લામાં સરેરાશ 80 મી.મી વરસાદ નોંધાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ


ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના ગારિયાધાર, વલ્લભીપુર અને ઘોઘા પંથકમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. ભાવનગર સહિત સમગ્ર પંથકમાં અવિરત ત્રીજા દિવસે મેઘાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે. વાવણીલાયક વરસાદ થતા જગતનો તાત ખુશ થઇ ગયા છે. જ્યારે ઉમરાળા, પાલિતાણા અને સિહોર પંથકમાં એક એક ઇંચ વરસાદ થયો હતો. જ્યારે ભાવનગર શહેર ઉપરાંત ઘોઘા અને વલ્લભીપુર પંથકમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. ભાવનગર જિલ્લામાં વર્ષનો સરેરાશ વરસાદ 595 મી.મી. છે. તેની સામે પ્રારંભે જ 80 મી.મી. વરસાદ થઈ જતા, ચોમાસાની સિઝનના કુલ વરસાદના 13.96 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.


આ પણ વાંચો : કોણે છુપાવ્યું કુકર્મ? ફુલ સમાન નવજાત દીકરીને મોતના હવાલે નદી પાસે નોંધારી મૂકી


24 કલાકમાં 211 તાલુકામાં વરસાદ નોંધાયો


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 211 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના દાંતા અને કચ્છના અંજારમાં 5.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જુનાગઢના માંગરોળ અને દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના 12 તાલુકામાં ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ છે. રાજ્યના 23 તાલુકામાં 2 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. રાજ્યના 74 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આજે 6:00 થી 8:00 સુધીમાં રાજ્યના 12 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જોકે 12 તાલુકામાં એક ઇંચ કરતાં ઓછો વરસાદ છે. 


આ પણ વાંચો : ગૌતસ્કરીમાં વચ્ચે કોઈ પણ આવે તો બિન્દાસ્ત ગાડી ચડાવી દેવાની... ગૌરક્ષકનો જ ગયો જીવ  


ખેડૂતોએ વાવણી શરૂ કરી 


ભાવનગર શહેરમાં બપોર બાદ અડધો ઇંચથી જેટલો વરસાદ થયો હતો. જ્યારે જિલ્લાના ઉમરાળા પર મેઘરાજાએ પોતાનું હેત વરસાવતા 1 ઇંચવી વધુ વરસાદ થયો હતો. સારો વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા હતા. જેથી ઉમરાળામાં હવે ખેડૂતોએ વાવણી કાર્યનો પ્રારંભ કરી દીધો છે. જ્યારે પાલિતાણા અને સિહોરમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ થયો હતો.


જિલ્લાના ઘોઘા અને વલ્લભીપુર પંથકમાં અડધો ઇંચ અને ગારિયાધારમાં 13 મી.મી. વરસાદ થયો હતો. જ્યારે સમગ્ર જિલ્લામાં સરેરાશ સૌથી વધુ વરસાદ  ગારિયાધારમાં 142 મી.મી. નોંધાયો છે. 


આ પણ વાંચો : વડોદરા : લવ જેહાદમાં કાર્યવાહી થતા જ સમીરનો પરિવાર ઘર બંધ કરી ફરાર થયો


જિલ્લામાં તાલુકા મુજબ વરસાદ 


  • ઉમરાળા    27 મી.મી.

  • પાલિતાણા    25 મી.મી.

  • સિહોર    24 મી.મી.

  • ભાવનગર    16 મી.મી.

  • ઘોઘા    16 મી.મી.

  • ગારિયાધાર     13 મી.મી.

  • વલ્લભીપુર    12 મી.મી.

  • ધોળા-ઉમરાળામાં ધોધમાર વરસાદ


ઉમરાળાના ધોળા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અને ત્યાર બાદ ઉમરાળામાં એક ઇંચ જેટલો વરસાદ થયો હતો.