ભિલોડામાં મુશળધાર વરસાદથી સ્થિતિ વધુ વિકટ બની, NDRFની ટીમ સજ્જ કરાઈ
જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે તંત્ર સજ્જ કરી દેવાયું છે. અરવલ્લીના ભિલોડા અને મોડાસામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે
સમીર બલોચ/અરવલ્લી :મેઘા નક્ષત્રનું કાચું સોનુ આકાશમાંથી વરસી રહ્યું હોય તેવું મહેસાણાવાસીઓ અનુભવી રહ્યાં છે. સમગ્ર અરવલ્લી જિલ્લામાં ક્યાંક ધીમી ધારે, તો કોઈ જગ્યા પર મુશળધાર (heavy rain) ની સ્થિતિ પેદા થઈ છે. અરવલ્લીમાં વરસાદી પાણીથી પરિસ્થિતિ વિકટ બનતી જઈ રહી છે. ધીરે ધીરે વરસાદનું જોર વધી રહ્યું છે. સમગ્ર સ્થિતિને પહોંચી વળવા અરવલ્લી જિલ્લામાં NDRFની એક ટીમ પહોંચાડી દેવાઈ છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે તંત્ર સજ્જ કરી દેવાયું છે. અરવલ્લીના ભિલોડા અને મોડાસામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
અરવલ્લીના ભિલોડા, મોડાસા, ઈડર રોડ પર ઠેર ઠેર વરસાદી પાણીનું સામ્રાજ્ય પથરાઈ ગયું છે. અરવલ્લીના મોડાસા પંથકમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. મોડાસા નગર સહિત લાલપુર કંપા, સબલપુર, અનંદપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી મોડાસા ચાર રસ્તા પર વરસાદી ભરાયા છે. તો શહેરના મુખ્યમાર્ગ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
હવે ઉત્તર ગુજરાતના વારો, સતલાસણામાં 2 કલાકમાં 5 ઈંચ વરસાદ તૂટી પડ્યો
અરવલ્લીના ગોવિંદનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગોવિંદનગરના નીચાણવાળા મકાનોમાં પાણી ભરાયા છે. ભિલોડા-ઇડર રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. શામળાજી સહીત જિલ્લાના અન્ય વિસ્તારમાં પણ વરસાદને કારણે પરિસ્થિતિ બેહાલ થવા જઈ રહી છે.
ભિલોડાની કોટેઝ હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ ગયા છે. હોસ્પિટલ પરિસરમાં પાણી ભરાતા દર્દીઓ પરેશાન થઈ ગયા છે. ભીલોડા પોલીસ સ્ટેશનમાં પણ પાણી ભરાયા છે. તો બીજી તરફ, ભિલોડાનો સુનસર ધોધ ઓવરફ્લો થયો છે. પરંતુ આવામાં સુનસર ધોધનું રૌંદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. પંચાયતે ધોધ પર જવાનો રસ્તો બંધ કર્યો.
મિત્રો સાથે પાર્ટી કરીને ઘરે આવી રહેલ યુવક સરિયામતીના વહેણમાં ડૂબ્યો, નદી પાસે મળી સ્વીફ્ટ કાર
પાટણના સિદ્ધપુરમાં વરસાદને પગલે મકાનનો સ્લેબ તૂટી પડ્યો છે. જેથી બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બની છે. સિંધી કેમ્પ, ગુરુકૃપા સોસાયટીમાં 3 નંબરના મકાનમાં આ ઘટના બની હતી. સવારે ઘરમાં સૂતેલા પિતાને બચાવવા જતા પિતા-પુત્ર બંન્ને ઇજાગ્રસ્ત બન્યા હતા. ઈજાગ્રસ્તોને 108માં સિદ્ધપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા છે.
ગુજરાતના આજના મહત્વના અપડેટ્સ....
CM રૂપાણીએ તદ્દન નવા વિચાર સાથે પોતાના ઘરમાં ગણપતિ સ્થાપના કરી
ગુજરાત સરકારની મહત્વની જાહેરાત, હવે જામનગરમાં પણ બનશે અલંગ જેવું શિપ બ્રેકિંગ યાર્ડ
પાંચ અલગ-અલગ મુહૂર્તમાં આજે ગણપતિ સ્થાપના કરી શકાશે, ગુજરાતીઓએ ઘરમાં જ પરંપરા જાળવી
વડોદરા : કોરોના પોઝિટિવ ભાઈ-બહેન હોમ ક્વોરેન્ટાઈનમાંથી ભાગ્યા, ફરિયાદ નોંધાઈ