ગીર-સોમનાથ પર આસમાની આફત વરસી, મોડી રાત્રે બોટની જળસમાધિ, માધવરાયજી મંદિર છઠ્ઠીવાર પાણીમાં ડૂબ્યું
ગીર-સોમનાથ (Gir Somnath)માં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ છે. ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ (heavy Rain) વરસી રહ્યો છે. ગીર સોમનાથ વેરાવળ અને તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમા આખી રાત વરસાદ વરસ્યો છે. જેને કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેડૂતોના ઉભા પાકને ભારે નુકશાન થયું છે. તો બીજી તરફ, દરિયામાં પણ આસમાની આફત વરસી રહી છે. એક તરફ દરિયાના ઉછળતા મોજાં અને ઉપરથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.
ગીર સોમનાથ :ગીર-સોમનાથ (Gir Somnath)માં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ છે. ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ (heavy Rain) વરસી રહ્યો છે. ગીર સોમનાથ વેરાવળ અને તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમા આખી રાત વરસાદ વરસ્યો છે. જેને કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેડૂતોના ઉભા પાકને ભારે નુકશાન થયું છે. તો બીજી તરફ, દરિયામાં પણ આસમાની આફત વરસી રહી છે. એક તરફ દરિયાના ઉછળતા મોજાં અને ઉપરથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.
પાવાગઢ મંદિર : અમાસના દિવસે નિજ મંદિરમાંથી જ્યોત પ્રગટાવીને વતન લઈ જાય છે શ્રદ્ધાળુઓ
ઉનામાં મધરાતે બોટની જળ સમાધિ
ઉનાના નવાબંદર ગામે મધદરિયે બોટે જળ સમાધિ લીધી હતી. અંબિકા પ્રસાદ નામની બોટે જળ સમાધિ લીધી. મધરાત્રે બોટે જળ સમાધિ લેતા બે માછીમારોને અન્ય સાથી બોટે બચાવી લીધા હતા. જોકે પાંચ માછીમારો અને બોટ દરિયામાં લાપતા બન્યા છે.
જામકંડોરણા : લગ્ન પ્રસંગે જઈ રહેલ પાટીદાર પરિવારની કાર રામપરની નદીમાં તણાઈ, 4નો કોઈ અત્તોપત્તો નથી
સૂત્રાપાડાનાં ગોરખમઢીથી ભેટાળી રામપરા ખંઢેરી જવાનો રસ્તો બંધ થયો છે. જંગલ વિસ્તારમાં ભારે વરસાદને પગલે જિલ્લાનાં તમામ નદી નાળાઓ છલકાયા છે. સરસ્વતી નદીમાં પૂરને પગલે આ રસ્તો બંધ થયો છે. તો સરસ્વતી નદીના પાણી ખેતરોમાં ફરી વળતા લોકોએ સોમનાથના ધારાસભ્ય અને તંત્રને વિનંતી કરી છે.
બીજી તરફ, ગીર જંગલ વિસ્તાર તથા તાલાલા સુતાપાડ ભારે વરસાદને લઈ પ્રાંચીની સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. આમ, આ ચોમાસાની સીઝન દરમિયાન માધવરાયજીનું મંદિર છઠ્ઠી વખત જળ મગ્ન થયું છે. માધવરાયજી મંદિર ફરી વખત સરસ્વતી નદીમાં ગરકાવ થયું છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :