ગુજરાતમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. આજે પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતના નવસારીમાં તો જાણે આભ ફાટ્યા જેવી સ્થિતિ છે. સતત ભારે વરસાદના કારણે અનેક ઠેકાણે રસ્તાઓ પણ બંધ છે. અત્રે જણાવવાનું કે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.સુરત, વલસાડ, નવસારીમાં મેઘ તાંડવની શક્યતા છે. દ્વારકા, પોરબંદર, જામનગરમાં અતિભારે વરસાદ પડશે એવી આગાહી કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવસારીમાં આભ ફાટ્યું
દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં છેલ્લા ચાર કલાકમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો છે. નવસારીના જલાલપોર તાલુકામાં બે  કલાકમાં 7 ઈંચ વરસાદ પડ્યો છે. સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધી રાજ્યમાં 106 તાલુકાઓમાં વરસાદ પડ્યો. નવસારી તાલુકમાં કુલ 10.5 ઈંચ વરસાદ પડ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં જળ બંબાકરની સ્થિતિ સર્જાઈ છે. હજુ પણ વરસાદનું જોર યથાવત છે. 


ભારે વરસાદના કારણે 275 રોડ બંધ
સતત ભારે વરસાદના કારણે રાજ્યમાં 275 જેટલા રસ્તાઓ બંધ છે. પોરબંદરમા એક નેશનલ હાઈવે બંધ છે. જ્યારે 13 સ્ટેટ હાઈવે બંધ છે. સૌથી વધુ દેવભૂમિ દ્વારકામાં 4 સ્ટેટ હાઈવે બંધ છે. જ્યારે રાજકોટ, જામનગર અને પોરબંદરમા બે બે સ્ટેટ હાઈવે બંધ છે. પંચાયત હસ્તકના કુલ 246 રસ્તા બંધ છે. વલસાડ જિલ્લામાં 75 રસ્તા બંધ છે. પોરબંદરમા ૫૬,જુનાગઢમા 48, દેવભૂમિ દ્વારકામાં 15 અને નવસારીમાં 25 માર્ગો બંધ છે. રાજ્યમાં અન્ય 15 રસ્તા બંધ હાલતમાં છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube