VIDEO જૂનાગઢ પંથકમાં મેઘતાંડવ, માળિયામાં 15 ઈંચ ખાબક્યો, ઓઝત-2 ડેમના 18 દરવાજા 5 ફૂટ ખોલાયા
કોડીનારનું ગોહિલની ખાણ ગામ બેટમાં ફેરવાઇ ગયું છે અને જ્યાં જુઓ ત્યા માત્ર પાણી જ દેખાય છે. ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઇ ગયા છે.
હનિફ ખોખર (જૂનાગઢ), હેમલ ભટ્ટ(ગીર સોમનાથ): જૂનાગઢ પંથકમાં છેલ્લા 48 કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. શનિવાર રાતની વાત કરીએ તો જૂનાગઢના વિસાવદરમાં 10 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે ગિરનાર પર્વત ઉપર અને માળિયા હાટીનામાં 8 ઈંચ વરસાદ વરસ્યો છે. આ સાથે જ મેંદરડામાં 7 ઈંચ, જૂનાગઢમાં 6 ઈંચ, કેશોદમાં 6 ઈંચ, વંથલીમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો. બીજી બાજુ માંગરોળમાં 4 અને માણાવદરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. ગિર સોમનાથ જિલ્લામાં પણ વરસાદનો કહેર છે. ગીરસોમનાથના કોડીનારમાં ધોધમાર વરસાદના કારણે સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. કોડીનારનું ગોહિલની ખાણ ગામ બેટમાં ફેરવાઇ ગયું છે અને જ્યાં જુઓ ત્યા માત્ર પાણી જ દેખાય છે. ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઇ ગયા છે.
વીડિયો જોવા માટે કરો ક્લિક- સૌરાષ્ટ્રમાં મેઘો અનારાધાર, માળિયામાં 15 ઈંચ ખાબક્યો
ઓઝત-2 ડેમના 18 દરવાજા 5-5 ફૂટ ખોલાયા
જૂનાગઢ ખાતેથી 8.30 કલાકના મળેલ ટેલીફોનીક મેસેજ મુજબ ઓઝત-2 ડેમના 18 દરવાજા 5-5 ફૂટ ખોલવામાં આવેલા છે. જેનો પ્રતિ સેકન્ડ પ્રવાહ 65,000 ક્યુસેક છે. જુનાગઢ જિલ્લામાં ડેમ ઉપર વાસમાં ભારે વરસાદ હોવાથી પાણીની આવક વધશે તો વધુ દરવાજા ખોલવાની પણ શક્યતા રહેલ છે. ઓઝતનું પાણી પોરબંદર જિલ્લાના ઘેડ વિસ્તારમાંથી પસાર થતું હોય નદી કાંઠાના તથા ઘેડ વિસ્તારના અસર કરતા ગામોના લોકોને પાણીના પ્રવાહ નજીક કે નદીના પટમાં અવર-જવર ન કરવા તેમજ માલ-ઢોર, વાહનોને નદીના પ્રવાહમાંથી/પટમાંથી પસાર નહીં કરવા તથા જોખમી પ્રયાસ નહીં કરવા સલાહ આપવા અને સાવચેત રહેવા વિનંતી છે.
જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાનું તાંડવ : છેલ્લા ૪૮ કલાકથી અવિરત વરસાદ
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ?
* માળિયામાં 15 ઈંચ
* વિસાવદરમાં 11 ઈંચ
* મેંદરડા- વંથલીમાં 8 ઈંચ
* કેશોદ- 6 ઈંચ
* જૂનાગઢ શહેર- 8 ઈંચ
* માંગરોળમાં 4 ઇંચ,
* માણાવદરમાં 3 ઇંચ
ગીર સોમનાથમાં પણ પાણી પાણી
ગીરસોમનાથના કોડીનારમાં ધોધમાર વરસાદના કારણે સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. કોડીનારનું ગોહિલની ખાણ ગામ બેટમાં ફેરવાઇ ગયું છે અને જ્યાં જુઓ ત્યા માત્ર પાણી જ દેખાય છે. ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઇ ગયા છે.
ગીર સોમનાથ જિલ્લા માં છેલ્લા 24 કલાક ના વરસાદી આંકડા
વેરાવળ - 2 ઇંચ
તાલાલા - 6 ઇંચ
કોડીનાર - 9 ઇંચ
સુત્રાપાડા - 4 ઇંચ
ઉના - 6 ઇંચ
ગીરગઢડા - 5 ઇંચ મૂશળધાર વરસાદ