નર્મદા નદીમાં ઘોડાપૂર : મોડી રાતથી અત્યાર સુધી 1110 લોકોનુ સ્થળાંતર કરાયું, 30 થી વધુ ગામડાઓને સીધી અસર
Narmada Dam : નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધતા વડોદરા જિલ્લાના ત્રણ તાલુકામાંથી ૧૧૧૦ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા... જિલ્લા વહીવટી તંત્ર - પોલીસ NDRF અને SDRF ની ટીમો મોડી રાત સુધી બચાવ કામગીરી કરી
Narmada River Flood : સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ૧૯ લાખ ક્યુસેક પાણી છોડવાને પગલે વડોદરા જિલ્લાના શિનોર, ડભોઈ અને કરજણ તાલુકાના ૨૫ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર અતુલ ગોરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે તાલુકા તંત્રના અધિકારીઓ અને પોલીસના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ એન. ડી.આર. એફ અને એસ. ડી.આર.એફ ની ટીમો સાથે શનિવારે નદીમાં પાણીનો પ્રવાહ વધતાં સંભવિત અસરગ્રસ્ત ગામડાંઓમાં પહોંચી જઈ નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી મોડી રાત સુધી કરી હતી. ગઈકાલે મોડી રાત્રે જિલ્લાના ડભોઈ,શિનોર અને કરજણ તાલુકાના ૧૧ ગામોમાંથી ૧૧૧૦ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યુ હતું.
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સરદાર સરોવર ડેમમાં પાણીનો સતત આવરો થતા નર્મદા ડેમના દરવાજા ખોલતા નર્મદા નદીમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ થતા કાંઠાના કેટલાંક ગામોને અસર થતા. વહીવટી તંત્રના પ્રયાસોથી બચાવ રાહત રેસ્ક્યું કામ ત્વરિત કરાયું. મોડી રાત સુધી લોકોને NDRF, SDRF અને સ્વયંમ સેવકોના સહયોગથી લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાયું. કેવડીયા ગામમાં અડધી રાત્રીએ જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારા સભ્ય, જિલ્લા પોલીસ વડા અને ગ્રામજનો દ્વારા લોકોને હોડી દ્વારા સલામત જગ્યાએ ખચેડાયા છે. તો મહિલા બાળકો, વૃધ્ધ લોકોને ઘરની બહાર લાવી આશ્રય સ્થાનમાં ખસેડાયા.
નર્મદા નદીએ ધારણ કર્યુ રૌદ્ર સ્વરૂપ : ભરૂચમાં 35 ફૂટ સપાટી વટાવી, મોટાપાયે સ્થળાંતર
સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતાં ડભોઈના કરનાળીમાંથી ૯, નદેરિયામાંથી ૧૭,શિનોરના દિવેર (મઢી)૨૪,બરકાલના ૭, માલસરના ૮૪,કરજણ તાલુકાના પુરામાંથી ૬૦૦, આલમપુરાના ૧૮૦, લીલાઇપુરાના ૨૫, ઓઝના ૨૪, નાનીકોરલના ૧૩૦ અને શાયરના ૧૦ સહિત કુલ ૧૧૧૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જિલ્લા કલેકટર અતુલ ગોર અને જિલ્લા પોલીસ વડા રોહન આનંદે ત્રણ તાલુકાના અસરગ્રસ્ત ગામોની મોડી રાત સુધી ફેરણી કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું. જેને કારણે લોકોને સલામત સ્થળે ખસેડાતા કોઈ જાનહાનિ થઈ નથી.
શનિવારે સમગ્ર કલેકટર કચેરી, ડિઝાસ્ટર શાખા સહિત ડભોઈ,શિનોર અને કરજણની પ્રાંત,મામલતદાર,તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓ આખીરાત ખડેપગે રહ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા અને નિવાસી અધિક કલેકટર ડો.બી.એસ.પ્રજાપતિ રાત્રે કલેકટર કચેરીની આપદા વ્યવસ્થાપન સંસ્થામાંથી સમગ્ર કામગીરીનું સંકલન કર્યું હતું. વડોદરા જિલ્લામાં નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે માટે સતત ખડે પગે કામગીરી કરી રહ્યા છે.
આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગની ભયાનક આગાહી, 21 જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ