અમદાવાદ :ગુજરાતમાં વિધીવત ચોમાસાનો પ્રાંરભ થઈ ગયો છે. ત્યારે રવિવારે ગુજરાતના અનેક શહેરોમાં ધોધમાર ખાબકી પડ્યો હતો. અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, છોટાઉદેપુર જેવા અનેક વિસ્તારોમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો બીજીત રફ, અમદાવાદમાં પણ ભારે વરસાદને પગલે અનેક જગ્યાઓએ વૃક્ષ પડવાના બનાવો બન્યા હતા, તો ક્યાંક જમીન ખસી જવાના બનાવ બન્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં મધરાતે વરસાદ
અમદાવાદ શહેરમાં મધરાતે 1 થી 2માં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. એક કલાકમાં શહેરમાં સરેરાશ 23.83mm (એક ઇંચ) વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ઓઢવમાં 51.50mm (2 ઈંચ), વટવામાં 43.00mm, મણિનગરમાં 33.50mm, ચકુડિયામાં 32 મીમી, સરખેજમાં 25મીમી, બોડકદેવમાં 22મીમી, વિરાટનગરમાં ૨૨મીમી, દૂધેશ્વર, મેમકો, નરોડા, કોતરપુર, ગોતા, ઉસ્માનપુરામાં સરેરાશ 20 થી 21મીમી (પોણો ઇંચ) વરસાદ ખાબક્યો હતો..


સાબરકાંઠામાં પાંચ તાલુકામાં વરસાદ
સાબરકાંઠા જિલ્લામાં રાત્રિ દરમિયાન પાંચ તાલુકામાં વરસાદ પડ્યો છે. તો બે તાલુકામાં બે-બે ઇંચ વરસાદ નોંધાયો છે. ત્રણ તાલુકામાં અડધો ઇંચથી એક ઇંચ વરસાદ ખાબક્યો છે. વરસાદને લઈને અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તાર અને રોડ પર પાણી ભરાયા હતા. હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં નેશનલ હાઈવે પર પાણી ભરાયા હતા. હિંમતનગરના હજીપુર પાસે નેશનલ હાઇવે પર પાણી ભરાયા હતા. અમદાવાદથી ઉદેપુર નેશનલ હાઇવે 8નું ફોર લેનમાંથી સિક્સ લેનમાં રૂપાંતરણનું કામ ચાલી રહ્યું છે, જેને પગલે પાણી ભરાયું.


અરવલ્લીમાં મુશળધાર વરસાદ
અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમ્યાન મુશળધાર વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું. મોડી રાત્રે ખાબકેલા વરસાદમાં બાયડ, મોડાસામાં 1.5 ઇંચ, મેઘરજ માલપૂરમાં અડધો ઇંચ, ભિલોડામાં ૯ એમ એમ અને ધનસુરામાં ૨ એમએમ વરસાદ પડ્યો હતો. તો બીજી તરફ, મોડાસામાં બાલાજી સોસાયટીમાં બે ગાડીઓ પર દિવાલ પડી હતી. જેને કારણે સોસાયટીનો રસ્તો બંધ થઈ ગયો છે.  


બીજે ક્યાં ક્યાં વરસાદ
રવિવારે મોડી રાત્રે ગાંધીનગર, છોટાઉદેપુરના નસવાડી, હિમંતનગર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. વિધીવત ચોમાસાના પગલે આ વિસ્તારના લોકો ખુશ થઈ ગયા હતા. તેમજ તેમને બફારામાંથી મુક્તિ મળી હતી.