અમદાવાદ :રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયેલો છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે ક્યાંક પાણી ભરાયા છે. જેને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લામાં નોંધાયો છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. તો ડાંગના 17 કોઝવે ઉપર પાણી ફરી વળતા 30થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યાં છે. જેને કારણે લોકો જીવનના જોખમે પુલ પસાર કરી રહ્યાં છે. ભારે વરસાદને કારણે ધોડવહળ, સુપદહાડ, આંબાપાડા, કુમારબંધ, ચીખલદા, સુસરદા, ધૂળચોંડ, ગાયખાસ, ચવડવેલ, ચોકયાં, દબાસ, માછળી, બોરપાડા, સતિવાગણ, લિંગા, કોસંબીયા અને પાંડવા ગામ સંપર્ક વિહોણા બન્યા છે. 


પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું મોટું નિવેદન, ‘ગુજરાત કોંગ્રેસની નેતાગીરી નિષ્ફળ છે’ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં ભારે વરસાદને પગલે 59 ગામો વીજળી વિહોણા બન્યા છે. તો બીજી તરફ, નવસારીના ગણદેવીના વેગણીયા નદીનો પુલ પાણીમાં ગરકાવ થયો છે. પુલ પાણીમાં ગરકાવ થતા ગણદેવી બીલીમોરાનો શોર્ટકટ માર્ગ બંધ થયો છે. તો ઉપરવાસમાં વરસાદ બંધ થતાં નદીમાં પાણીના સ્તર ઘટ્યા છે. 


વલસાડમાં 9 લોકોનું સ્થળાંતર કરાયું
રાજ્યમાં વરસાદી માહોલ છે, તો વરસાદને પગલે 9 તાલુકાના 59 ગામો વિજળી વિહોણા બન્યા છે. સૌથી વધુ દેવભુમિ દ્વારકા ખાતે લાલપુરના 13 ગામો વિજળી વિહોણાં છે. વલસાડના કાશ્મીર નગરમાં પાણી ભરાતાં 9 વ્યક્તિને સ્થળાંતરિત કરી પ્રાથમિક શાળામાં ખસેડાયાં છે. 


બરમુડા પહેરીને અજય દેવગને ભૂજના પૌરાણિક મંદિરમાં પૂજા કરી, સોશિયલ મીડિયા પર થયો ટ્રોલ


બોટાદમાં નાગનેશ ગામ સંપર્ક વિહોણું
બોટાદના રાણપુર તાલુકાના નાગનેશ ગામ પાસે પસાર થતી ભાદર નદીમાં પૂર આવતા ગામ સંપર્ક વિહોણુ બન્યું છે. રાણપુર તેમજ ઉપરવાસમાં પડેલ વરસાદના કારણે ભાદર નદીમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. 2017માં પડેલ ભારે વરસાદ બાદ પુલ તૂટેલો હોઈ હાલ લોકોને ભાદરમાં પૂર આવતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જીવના જોખમે લોકો પાણીમાંથી પસાર થઈ સામાં કાંઠે જવા મજબૂર બન્યાં છે.  


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


સાઉથના આ સુપરસ્ટારના મોતના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા 

ભાવનગરમાં ભારે વરસાદ
ભાવનગરના વલ્લભીપુર અને ઉમરાળા પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. 6 ઇંચ કરતા વધુ વરસાદ પડતાં નદીઓમાં નવા નીરની આવક થઈ છે. વલ્લભીપુર શહેરમાં અનેક વિસ્તારોમાં મકાનની દિવાલ ધરાશાયી થઈ છે. તો ઘેલો નદીમાં નવા નીરની આવક પણ થઈ છે. 


ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વધુ 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેન પગલે વિવિધ જિલ્લાઓમાં વરસાદની અસર જોવા મળશે. રાજ્યમાં સર્વત્ર મધ્યમથી લઇને ભારે વરસાદની આગાહી કરાઈ છે.