અમદાવાદ :અરબી સમુદ્રમાંથી આવેલા ‘વાયુ’ વાવાઝોડાએ ફરીએક વાર દિશા બદલી છે અને ગુજરાત પર સંકટ ફરી એકવાર ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડુ ત્રાટકી શકે છે તેવા સમાચાર ગઈકાલે રાત્રે મળ્યા છે. પરંતુ તેની અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે. વિવિધ વિસ્તારોને વરસાદે બાનમાં લીધું છે. સૌરાષ્ટ્રમાં વાયુ વાવાઝોડાની અસર 61 તાલુકાઓમાં દેખાઈ રહી છે. 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો સૌરાષ્ટ્રના ૨૨ તાલુકામાં એક ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રના 11 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોરબંદર
વાયુનો ખતરો હજી પણ ગુજરાતના માથેથી ટળ્યો નથી. હાલ આ વાયુ વાવાઝોડું પોરબંદરથી દક્ષિણ પશ્ચિમ ૨૧૦ કિલોમીટર દૂર, વેરાવળથી ૨૭૦ કિલોમીટર પશ્ચિમે દૂર અને દીવથી પશ્ચિમે ૩૨૦ કિલોમીટર દૂર છે. ત્યારે અગામી 48 કલાકમાં કચ્છના દરિયા કિનારે આ વાવાઝોડુ પહોંચશે તેવું હવામાન ખાતાનુ કહેવું છે. પ્રતિ કલાક 3 કિલોમીટરની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. પોરબંદર અને દ્વારકામાં 5૦થી 6૦ કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે છે. તેમજ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. ગીર-સોમનાથ અને જુનાગઢમાં વરસાદની શક્યતા છે. ત્યારે હાલ પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં તાલુકા વાઈઝ નોંધાયેલ વરસાદ પર નજર કરીએ તો, પોરબંદરમાં 14 મીમી કુલ
મોસમનો 37 મીમી, રાણાવાવમાં 12મીમી કુલ મોસમનો 32 મીમી અને કુતિયાણા 62મીમી કુલ મોસમનો 66 મીમી વરસાદ પડ્યો છે. 


હત્યાનો ભેદ ઉકેલવામાં નિષ્ફળ ગયેલી અમદાવાદ પોલીસ ગુંડાગીરી પર ઉતરી, 6 નિર્દોષોને આપ્યો કરંટ


સૌથી વધુ વરસાદ ગીર-સોમનાથમાં..
રાજ્યમાં સૌથી વધુ વરસાદ ગીર-સોમનાથમાં જોવા મળ્યો છે. ગીર-સોમનાથમાં છેલ્લા બે દિવસમાં 3 થી 12 ઈંચનો વરસાદ નોંધાયો છે. ગત રાત્રિએ સમગ્ર જિલ્લામાં છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. સૌથી વધારે સૂત્રાપાડા અને તલાલામાં 12 ઈંચ વરસાદ નોંધાયો છે. તો માંગરોળ અને કોડીનાર તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 


વડોદરાની હોટલ દર્શનમાં ગટર સાફ કરવા ઉતરેલા 7 મજૂરોના મોત, મકાન માલિક તરત ભાગી ગયો


ભાવનગર
આજે બીજા દિવસે પણ વહેલી સવારથી સતત વરસાદ શરૂ થયો છે. બીજા દિવસે વરસાદ પડતાં લોકોમાં ખુશી, ધરતી પુત્રો ગેલમાં આવી ગયા છે. તો ભાવનગર જિલ્લાના અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. 


ઉલ્લેખનીય છે કે, વાયુ વાવાઝોડાએ ફરીથી દિશા બદલી છે. 16-17 જૂને કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે, ત્યારે દિલ્હી અર્થ સાયન્સે ગુજરાત સરકારને એલર્ટ રહેવા સૂચના આપી છે. આગામી 48 કલાકમાં કચ્છના દરિયા કિનારે વાયુ વાવાઝોડું પહોંચી જશે. પોરબંદરથી દક્ષિણ પશ્ચિમ 210 કિલોમીટર દૂર વાઝોડુ છે. પ્રતિ કલાક 3 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. હાલ વેરાવળના દરિયામાં ફરી કરંટ જોવા મળ્યો છે. વાયુના યુ ટર્નથી ફરી દહેશત છવાયો છે. આ કારણે દરિયાકાંઠા વિસ્તારનાં લોકોને ફરી એલર્ટ કરવામા આવ્યા છે.