દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી અવિરત વરસાદ, વલસાડના કપરાડામાં 7 ઈંચ ખાબક્યો
નવસારી અને ડાંગ જિલ્લામાં સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. બે દિવસથી વરસી રહેલા અવિરત વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો બીજી તરફ, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સ્થળાંતર કરવુ પડ્યું હતું. વલસાડના કપરાડામાં 7 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
જય પટેલ/હિતલ પારેખ/સુરત :નવસારી અને ડાંગ જિલ્લામાં સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. બે દિવસથી વરસી રહેલા અવિરત વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો બીજી તરફ, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સ્થળાંતર કરવુ પડ્યું હતું. વલસાડના કપરાડામાં 7 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. તો નવસારીના ખેરગામમાં 5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં 33 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે તેવુ હવામાન ખાતાનું કહેવું છે.
અમદાવાદ : રથયાત્રા પહેલા RAFનું સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ
દક્ષિણ ગુજરાતમાં વરસાદના આંકડા ભારે છે. વલસાડના વાપીમાં 7 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. તો વલસાડના કપરાડામાં સાડા પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. નવસારીના ખેરગામમાં 5 ઇંચ જેટલો વરસાદ, વલસાડના પાલડીમાં પોણા 5 ઇંચ, વલસાડના ધરમપુરમાં 4 ઇંચ વરસાદ અને વલસાડ સિટીમાં 3.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો સુરતના માંગરોલમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
અષાઢી બીજના દિવસે અંબાજી મંદિરમાં આરતી-દર્શનનો સમય બદલાયો
નવસારીની નદીઓ ગાંડીતૂર
વરસાદને પગલે નવસારીની નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ડાંગ જિલ્લામાં જે વરસાદ વરસ્યો છે, એ તમામ પાણીઓ નવસારીની નદીઓમાં આવતા નદીઓ ગાંડીતૂર બની છે. જેનાથી ખેડૂત પુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
વલસાડ અને વાપીમાં પાણી
બે દિવસથી પડેલા ધોધમાર વરસાદને પગલે વલસાડ અને વાપી શહેરમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. વલસાડમાં છીપવાડ ગરનાળુ, વલસાડ નગરપાલિકા લિંક રોડ પર પાણી ભરાયા છે. તો વાપીમાં જલારામ મંદિર વિસ્તાર અને ગુંજન ચાર રસ્તા પર પાણી ભરાયા છે.
નવસારીમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ : ઘરોમાં પાણી ઘૂસતા પરિવારોએ સ્થળાંતર કર્યું
સુરતમાં પણ વરસાદ
સુરતમા આજે વહેલી સવારથી જ મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી વાતાવરણમા બફારાના વધુ પ્રમાણને કારણે સુરતીલાલાઓ અકળાઈ ઉઠ્યા હતા. જોકે જે રીતે બે દિવસથી મેઘરાજા વરસી રહ્યા છે, જેને કારણે બફારાની પરિસ્થિતિમા આશિંક રાહત અનુભવી છે. બીજી તરફ સુરત મહાનગરપાલિકાની પ્રિ મોન્સુનની કામગીરી પણ ઉઘાડી પડી ગઇ છે. શહેરના નીચાણવાળા વિસ્તાર લિંબાયત, ઉધના, ડીંડોલી જેવા વિસ્તારમા પાણી ભરાવવાની સ્થિતિ સર્જાઈ હતી. જો એક જ ઇચ વરસાદમા આ પરિસ્થિતિનું નિર્માણ થયુ છે તો આવનારા દિવસમા હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામા આવી છે ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ ઉદ્દભવશે તેના પર અનેક સવાલો
ઉભા થયા છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :