મુંબઈમાં ભારે વરસાદને કારણે રેલવે સેવાને અસર, ગુજરાતથી જતી અનેક ટ્રેનો રદ્દ
મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. આ સાથે રેલવે સેવાને પણ ખૂબ અસર પડી છે.
અમદાવાદઃ મુંબઇમાં અનરાધાર વરસાદના કારણે જનજીવન પર તેની અસર થઇ છે. તો અમદાવાદ -મુંબઇ વચ્ચેની અતિ વ્યસત ગણાતી ટ્રેન સેવાને પણ તેની વ્યાપક અસર થઇ છે. રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા રેલવે વિભાગે 25 ટ્રેનો રદ કરી છે તો કેટલીક ટ્રેનો ડાયવર્ટ પણ કરાઇ છે.
આ સાથે મુંબઇમાં ધોધમાર વરસાદ છે. જેના કારણે કેટલીક ટ્રેનો રદ થતાં મુસાફરોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે. ટ્રેનો કેન્સલ થતાં અમદાવાદ સ્ટેશન પર કેટલાક મુસાફરો હેરાન પરેશાન થઇ રહ્યા છે..
કઈ કઈ ટ્રેનોને કરવામાં આવી રદ્દ
1. ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ
2.મુંબઇ સેન્ટ્રલ - અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ
3. સુરત -બાંદ્રા ટર્મિનસ એસએફ ઇન્ટરસિટી એક્સપ્રેસ
4. મુંબઇ સેન્ટ્રલ - ફિરોઝપુર જનતા એક્સપ્રેસ
5. મુંબઇ સેન્ટ્રલ - વલસાડ ફાસ્ટ પેસેન્જર
6. ફલાઇંગ રાણી
7. વિરાર વલસાડ શટલ
8. મુંબઇ બાન્દ્રા ટર્મિનસ - વાપી પેસેન્જર
9. દહાણું રોડ - પનવેલ મેમુ
10. ફિરોઝપુરા કેન્ટ - મુંબઇ સેન્ટ્રલ જનતા એક્સપ્રેસ
11. મુંબઇ સેન્ટ્રલ - જયપુર (ગંગાપુર) એસએફ એક્સપ્રેસ
12.જયપુર-મુંબઇ સેન્ટ્રલ(ગંગાપુર) સેન્ટ્રલ એક્સપ્રેસ
13. લોકશક્તિ એક્સપ્રેસ
14. લોકશક્તિ એક્સપ્રેસ
15. અવંતિકા એક્સપ્રેસ
16. અવંતિકા એક્સપ્રેસ
17. સૌરાષ્ટ્ર મેલ
18. મુંબઇ સેન્ટ્રલ - વડોદરા એસએફ એક્સપ્રેસ
19. ઓખા - સોમનાથ એક્સપ્રેસ
20. સૌરાષ્ટ્ર મેલ
21. મુંબઇ સેન્ટ્રલ -વડોદરા એસએફ એક્સપ્રેસ
22. વડોદરા -મુંબઇ સેન્ટ્રલ એક્સપ્રેસ
23. મુંબઇ સેન્ટ્રલ - રાજકોટ એસી દુરન્તો એક્સપ્રેસ
24. રાજકોટ - મુંબઇ સેન્ટ્રલ એસી દુરન્તો એક્સપ્રેસ
25. ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ