સ્નેહલ પટેલ/નવસારી :બપોરે વિરામ લીધા બાદ નવસારીમાં મોડી રાત્રે ફરીથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. નવસારીમાં પડેલ ભારે વરસાદ ને પગલે કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી ગયા હતા. નવસારી શહેરના રાજીવ નગર વિસ્તારમાં મોડી રાત્રે વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા સલામતીના ભાગરૂપે 5૦ જેટલા પરિવારના લોકોએ રાતે સ્વૈચ્છિક સ્થળાંતર કર્યું હતું. આ તમામ લોકો પોતાનું ઘર બંધ કરી સુરક્ષિત જગ્યાએ જતા રહ્યા હતા. જ્યારે કે, ઘણા લોકો મંદિર અને શાળામાં રહેવા મજબૂર બન્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવસારી જિલ્લામાં સતત બે દિવસથી વરસી રહેલા અવિરત વરસાદને પગલે જિલ્લાનું જનજીવન પ્રભાવિત થયું હતું. નવસારીમાં ધોધમાર વરસાદને પગલે વિજલપોર શહેરમાં આવેલ મારૂતિ નગર સહિતની અનેક નીચાણવાળી સોસાયટીમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. ત્યારે સોસાયટીના રહીશો દ્વારા અનેક વાર રજૂઆત કરવા છતાં પાલિકા દ્વારા પાણી નિકાલનો કોઈ હલ ન નીકળતા પાણી ભરાઈ ગયા છે. સાથે પાણી ભરાયાની જાણ પાલિકાને થતા પાલિકાનો સ્ટાફ તાત્કાલિક આ સોસયાટીઓમાં જનરેટર લઈને પહોંચી પાણી બહાર કાઢયું હતું. તો બીજી તરફ, નવસારી રેલવે સ્ટેશન નજીક આવેલ બંદર રોડના રેલ્વે અંડરપાસ બ્રિજમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. તો મોડી રાત્રે આ અંડરપાસમાં ભરાયેલ પાણીમાંથી પસાર થતા એક ઈકો કાર પાણીમાં ફસાઈ જવા પામી હતી. જેને લોકોએ ધક્કો મારી બહાર બહાર કાઢી હતી.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :