અમદાવાદ :વાયુ વાવાઝોડાની અસરને પગલે ગઈકાલે 17 જૂનના રોજ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી સહિતના જિલ્લાઓના અનેક તાલુકાઓમાં મોડી સાંજે ધોધમાર વરસાદે દસ્તક આપી હતી. છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદે અનેક વિસ્તારોને બાનમાં લીધા હતા, જેને પગલે અનેક સ્થળોએ પાણી ભરાવાના બનાવ બન્યા હતા. અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ વરસી પડ્યો હતો. 


અમદાવાદ બન્યું ગાબડાબાદ : પહેલા વરસાદમાં જ AMCના પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા પોકળ નીકળ્યા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદ 


  • ઇડર 3 ઇંચ

  • ખેડબ્રહ્મા 2 ઇંચ

  • તલોદ 1.5 ઇંચ

  • પ્રાંતિજ 2.5 ઇંચ

  • પોશીના 2 ઇંચ

  • વડાલી 2 ઇંચ

  • વિજયનગર 4 ઇંચ

  • હિંમતનગર 3.5 ઇંચ


હિંમતનગરમાં 3.5 ઈંચ વરસાદ 
સાબરકાંઠાના હિંમતનગરમાં ગઈકાલે 3.5 ઇંચ વરસાદ ખાબકી પડ્યો હતો. જેને કારણે શહેરના નીચાણ વિસ્તારની સોસાયટી અને માર્ગો પર પાણી ભરાયા હતા. શહેરના આંબાવાડી વિસ્તારમાં રેલ્વે અંડર બ્રિજમાં પાણી ભરાયા હતા. તો નવા બની રહેલ રેલવે અંડર બ્રિજમાં પણ પાણી ભરાયા હતા. નવા બનતા રેલવે અંડર બ્રિજમાં પાણીનો નિકાલ હાલ શક્ય હોઈ ત્યાં ભારે માત્રામાં પાણી ભરાયું છે. લ્વે અન્ડર બ્રીજમાં પાણીના નિકાલનો અભાવ જોવા મળ્યો. એસટી વિભાગના સીએનજી પંપ સ્ટેશનમાં પણ પાણી ભરાયા હતા. પ્રાંતિજ તાલુકામાં 2.5 ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારની સોસાયટી અને માર્ગો પર પાણી ભરાયા. રસુલપુર, મોયદ, સાપડ, સલાલ અને દલપુર ગામમાં જવાના અંડર બ્રિજમાં પણ પાણી ભરાવાને કારણે ગ્રામજનોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. 



બનાસકાંઠામાં છેલ્લા 24 કલાક દરમ્યાન પડેલ વરસાદ


  • અમીરગઢ 1.4 ઇંચ.

  • દાંતા  2.08 ઇંચ

  • પાલનપુર 1.6 ઇંચ

  • વડગામ 2.4 ઇંચ

  • ભાભર 4 મીમી 

  • દાંતીવાડા 13 મીમી 

  • ધાનેરા 15 મીમી

  • દિયોદર 5 મીમી 

  • ડીસા 9 મીમી, 

  • કાંકરેજ 15 મીમી

  • થરાદ 4 મીમી, 

  • લાખણી  14 મીમી


નેશનલ હાઈવે પર પાણી ભરાયા 
હિંમતનગરમાં ભારે વરસાદને પગલે અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર પાણી ભરાયા છે. હિમતનગરના મોતીપુરા વિસ્તારમાં નેશનલ હાઈવે પર પાણી ભરાયા છે. આમ, નેશનલ હાઈવે ઓથોરિટીની પહેલા જ વરસાદે કામગીરીની પોલ ખુલ્લી પડી હતી. પાણીના નિકાલના અભાવે રોડ પર પાણી ભરાયા હતા. જેને કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા.  


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :



મહેસાણા જિલ્લામાં આજે સવાર 7 વાગ્યા સુધી નોંધાયેલ કુલ વરસાદના આંકડા 


  • ઊંઝા 2.5 ઇંચ

  • કડી 2.5 ઇંચ

  • ખેરાલુ 2 ઇંચ

  • જોટાણા 1 ઇંચ

  • બહુચરાજી 1 ઇંચ

  • મહેસાણા 3 ઇંચ

  • વડનગર 2 ઇંચ

  • વિસનગર 2.5 ઇંચ

  • વિજાપુર 6 ઇંચ

  • સતલાસણા 2.5 ઇંચ


અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા 


  • મેઘરજ અને મોડાસામાં 2 ઇંચ

  • ભિલોડામાં ૧.૫ ઇંચ

  • ધનસુરા અને બાયડમાં 1 ઇંચ  

  • માલપુરમાં 7 મિમી