ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા પાંચેક દિવસથી સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયો છે. જેમાં રાજ્યના ૧૧૫  તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. આ સાથે રાજ્યનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૦.૭૩ ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત રીજિયનમાં ૫૭.૨૭ ટકા જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૧૭/૦૭/૨૦૧૮ને સવારે ૭-૦૦ કલાક સુધી રાજ્યના ચોવીસ તાલુકાઓમાં ચાર ઇંચથી વીસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ગીર-સોમનાથ જિલ્લાના ગીરગઢડામાં ૪૯૬ મી.મી. એટલે કે ૨૦ ઇંચ, ઉના તાલુકામાં ૩૫૦ મી.મી. એટલે કે ૧૪ ઇંચ અને કોડીનાર તાલુકામાં ૩૩૦ મી.મી. એટલે કે ૧૩ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં 26 લોકોના મોત, આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી  


રાજ્યના જાફરાબાદ તાલુકામાં ૨૮૪ મી.મી. એટલે કે ૧૧ ઇંચ, સુત્રાપાડામાં ૨૪૫ મી.મી. એટલે કે ૧૦ ઇંચ જેટલો, ધરમપુરમાં ૨૨૫ મી.મી. એટલે કે નવ ઇંચ, વલસાડમાં ૨૧૭ મી.મી., વઘઇમાં ૨૦૦ મી.મી., પારડીમાં ૧૯૮ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં આઠ ઇંચ, ખેરગામમાં ૧૯૫ મી.મી., રાજકોટમાં ૧૮૭ મી.મી., રાજુલા અને તળાજામાં ૧૭૫ મી.મી. મળી કુલ ચાર તાલુકાઓમાં સાત ઇંચ, મહુવામાં ૧૬૮ મી.મી., વેરાવળમાં ૧૪૯ મી.મી. મળી મળી કુલ બે તાલુકામાં છ ઇંચ, ચોટીલામાં ૧૪૩ મી.મી., કપરાડામાં ૧૩૪ મી.મી. અને મોરબીમાં ૧૨૮ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં પાંચ ઇંચ, કાલાવડમાં ૧૨૦ મી.મી., ભરૂચમાં ૧૧૨ મી.મી., વાંકાનેરમાં ૧૧૦ મી.મી., તલાલા અને વાપીમાં ૧૦૬ મી.મી., બોટાદમાં ૧૦૨ મી.મી. મળી કુલ છ તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

સુરતમાં ભારે વરસાદ : ઓલપાડમાં જળબંબાકાર, સેનાખાડીમાં રૌદ્ર જુઓ વીડિયો


આ ઉપરાંત વાંસદા તાલુકામાં ૯૭ મી.મી., લોધીકા અને આણંદમાં ૯૬ મી.મી., વાગરામાં: ૯૩ મી.મી. પડધરીમાં ૯૧ મી.મી., ખાંભામાં ૯૦ મી.મી., વડીયામાં ૮૮ મી.મી., માંગરોળમાં ૮૭ મી.મી., શિહોરમાં ૮૪ મી.મી., વીંછીયામાં ૮૩ મી.મી., ચીખલીમાં ૮૨ મી.મી., ગોંડલમાં ૮૦ મી.મી., ઘોઘામાં ૭૯ મી.મી., ભાવનગરમાં ૭૭ મી.મી., ડોલવણમાં ૭૬ મી.મી. મળી કુલ ૧૫તાલુકાઓમાં ત્રણ ઇંચ કરતાં વધુ  વરસાદ વરસ્યો છે.

ગુજરાત : મેઘ મહેરથી છલકાયા ડેમ, જાણો શું છે સ્થિતિ? VIDEO


જ્યારે દાંતા તાલુકામાં ૭૨ મી.મી., કોટડા-સાંગાણીમાં ૭૦ મી.મી., નવસારીમાં ૬૯ મી.મી., ગઢડામાં ૬૮ મી.મી., રાણપુરમાં ૬૭ મી.મી., ચુડામાં ૬૫ મી.મી., થાનગઢ અને ઉમરાળામાં ૬૪ મી.મી., ટંકારા અને વીસાવદરમાં ૬૩ મી.મી., વલ્લભીપુરમાં ૬૨ મી.મી., ખેડામાં ૬૧ મી.મી., જામકંડોરણામાં ૬૦ મી.મી., માળીયા-મીયાણામાં ૫૯ મી.મી., પાલીતાણા અને ઉમરપાડામાં ૫૮ મી.મી., લાઠી અને જલાલપોરમાં ૫૭ મી.મી., ધ્રોલ અને કુતીયાણામાં ૫૬ મી.મી., નડિયાદ અને ગણદેવીમાં ૫૫ મી.મી., મૂળી અને કરજણમાં ૫૪ મી.મી., વડોદરામાં ૫૩ મી.મી., કેશોદમાં ૫૨ મી.મી., ખંભાતમાં ૫૧ મી.મી., હાલોલમાં ૫૦ મી.મી. મળી કુલ ૨૭ તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને અન્ય ૫૧ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો સાંપડ્યા છે.