રક્ષિત પંડ્યા/રાજકોટ :સૌરાષ્ટ્રમાં સતત ચાર દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના જળાશયોમાં નવા નિરની આવક થઈ છે. જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, કચ્છ જિલ્લામાં સતત 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. અષાઢ મહિનામાં જ સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘ મહેર યથાવત છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લામાં નોંધાયો છે. જેના આંકડા પર નજર કરીએ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદ પગલે હાલ સર્વઝ પાણી પાણી છે. દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં સીઝનનો 100 % વરસાદ વરસી પડ્યો છે. અષાઢ મહિનાની શરૂઆતમાં જ મોટાભાગના જળાશયો ઓવરફ્લો થઈ ગયા છે. જેથી હવે આગામી ઉનાળામાં જામનગર અને દ્વારકા જિલ્લાના લોકોને પીવાના પાણીની સમસ્યા નહિ સર્જાય. ચાર દિવસનો વરસાદ ખેડૂતો માટે સારા સમાચાર લાવ્યો છે. જોકે, વધુ વરસાદ પડે તો ખેડૂતો માટે લીલો દુષ્કાળ સર્જાઈ શકે છે. 


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 24 કલાક નો વરસાદ


  • ખંભાળીયામાં 12 ઇંચ

  • કલ્યાણપુરમાં 10 ઇંચ

  • ભાણવડમાં 7.5 ઇંચ

  • દ્વારકામાં 5 ઇંચ


જામનગર જિલ્લામાં 24 કલાકમાં પડેલ વરસાદ


  • જામજોધપુરમાં 7 ઇંચ

  • લાલપુરમાં 5 ઇંચ

  • જામનગરમાં 4 ઇંચ

  • કાલાવડમાં 3 ઇંચ


પોરબંદર જિલ્લામાં 24 કલાકમાં પડેલ વરસાદ


  • કુતીયાણામાં 5.5 ઇંચ

  • રાણાવાવમાં 5 ઈંચ

  • પોરબંદરમાં 4 ઇંચ



એકલા ખંભાળીયામાં જ સીઝનનો કુલ 52 ઈંચ વરસાદ પડી ગયો છે. તો જામનગર, ભાણાવડ, લાલપુર, કલ્યાણપુર, માણાવદર અને કુતિયાણા લગભગ જળબંબાકારની સ્થિતિમાં આવી ગયા છે. જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકના વરસાદની વાત કરીએ તો આજે સવારે 6 વાગ્યા સુધી નોંધાયેલ વરસાદના આંકડા જોઈએ. જામજોધપુર તાલુકામાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ, લાલપુરમાં 5 ઇંચ અને કાલાવડમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. જામનગરમાં શહેરમા પણ 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જામનગરમા રાત્રે પવનની ગતિ ઓછી થતા વરસાદનો વિરામ થયો હતો. જામનગર જિલ્લાના મોટાભાગના જળાશયો છલકાઈ ગયા છે.