વડોદરા: વડોદરામાં રાત થતાં જ વરસાદ શરૂ થયો હતો. વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. બે દિવસના વિરામ બાદ વરસાદ ફરી વરસ્યો છે. ગૌત્રી, બાજવાડા, ફતેગંજ, સયાજીગંજ, હરિનગર વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. દિવસભરના ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોએ રાહત અનુભવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- વડોદરામાં આજથી 32 શાક માર્કેટ ખૂલશે, પહેલા દિવસે જ ખંડેરાવ માર્કેટના 13 વેપારી દંડાયા


આ સાથે શિનોર પંથકમાં ઉકળાટ બાદ વરસાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. કેળાના પાક સારો થવાની ખેડૂતોમાં આશા જોવા મળી રહી છે. ત્યારે પાદરા ગ્રામ્ય પંથકમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સતત બે કલાકથી ધોધમાર વરસાદ વરસતા પતળિયા હનુમાન રોડ સહિતના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube