Monsoon Update: અમદાવાદમાં ધોધમાર વરસાદ, ઘૂંટણસમા પાણી ભરાયા, વાહનચાલકો સલવાયા
Heavy Rain in Ahmedabad: વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. આરટીઓ સર્કલથી સાબરમતી બ્રિજ સુધી ઘૂંટણ સુધીના પાણી ભરાઇ ગયા છે. ગાજવીજ સાથે પડી રહેલા વરસાદના પગલે વાહન ચાલકોને કરવો હાલાકીનો સામનો કરવો પડી પડી રહ્યો છે.
ઝી મીડિયા/બ્યૂરો : હવામાન વિભાગે આગામી 3 કલાકને લઇને અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદની આગાહી કરી છે. જેને પગલે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમદાવાદના આકાશમાં અચાનક જ કાળા ડિબાંગ વાદળો છવાઇ ગયા હતા તેમજ વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થઇ થતો હતો. શહેરમાં એકાએક વાતાવરણમાં પલટો આવતા સમગ્ર વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. લગભગ એકાદ કલાકમાં શહેરમાં સરેરાશ 0. 96 ઇંચ વરસાદ પડ્યો છે. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવવાની ઘટનાઓ પણ સામે આવી છે. જ્યાં RTO થી સર્કલથી સુભાષ બ્રીજ તરફનો રોડ અને શાસ્ત્રી બ્રીજ તરફના રસ્તાઓ ઉપર પાણી ભરાતા વાહનચાલકો કેટલાક અંશે મુશ્કેલીમાં મુકાયા હતા.
હવામાન ખાતાની આગાહી મુજબ હાલ અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થઇ ગયા હતા. જ્યારે અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો છવાતા અંધારપટ છવાઇ ગયો છે. અચાનક જ વિજળી કડાકા સાથે વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. અમદાવાદના પ્રહ્લાદ નગર, વિજય ચાર રસ્તા, નવરંગપુરા, શ્યામલ, વસ્ત્રાપુર, ગુરૂકુળ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો.
સૌથી વધુ 1. 9 ઇંચ વરસાદ દક્ષિણ વિસ્તારમાં ખાબક્યો હતો, જ્યારે વટવામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ પૂર્વ વિસ્તારમાં 1. 58 ઇંચ વરસાદ પડ્યો હતો. પચ્છિમ વિસ્તારમાં 0. 9 ઇંચ, ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં 0. 62 ઇંચ, દક્ષિણ પશ્ચિમમાં 0. 36, મધ્ય વિસ્તારમાં 1. 13 ઇંચ વરસાદ પડ્યો. ઉત્તર વિસ્તારમાં 0. 24 ઇંચ વરસાદ પડ્યો. આ સાથે વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા હતા.
Gujarat Earthquake Today: રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપ, સૌરાષ્ટ્ર પંથકમાં ફફડાટ
આ ઉપરાંત હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉતર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ ૫ડવાની સંભાવના વ્યક્ત કરી હતી. ત્યારબાદ હવે હવામાન વિભાગે નવી આગાહી જાહેર કરી કરી છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી ત્રણ કલાકમાં અમદાવાદ ગાંધીનગરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 100.98 ટકા જેટલો વરસાદ થયો છે જ્યારે ગત વર્ષે આ સમયે રાજ્યમાં 42.35 ટકા વરસાદ નોંધાયો હતો. આ વર્ષે હજુપણ મેઘમહેર યથાવત છે. ત્યારે વહેલી સવાર સુરત, નવસારી સહીત દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે કુલ 86 લાખ હેક્ટર વિસ્તારની સામે ચાલુ સિઝનમાં 82 લાખથી વધુ હેક્ટર વિસ્તારમાં એટલે કે 95 ટકાથી વધુ ખરીફ પાકનું વાવેતર થયું છે.
ડાંગ જિલ્લામાં સાપુતારા સહિત આહવા તળેટી વિસ્તારમાં ભારે ગાજવીજ અને વાવાઝોડા સાથે તૂટી પડેલા ધોધમાર વરસાદને પગલે તોતિંગ વૃક્ષો ધરાશાયી થતા અંતરિયાળના ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો ગયો છે.
Eco-Friendly Sriji: ભક્તિનો અનોખો અંદાજ, 50 કિલો મકાઇમાંથી બનાવ્યા અનોખા ગણપતિ
સાપુતારા સહિત આહવાના તળેટી વિસ્તારોમાં આવેલા સોનગીર, ઉમરપાડા, ભાંદા, વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વીજળીના કડાકા ભડાકા સાથે વાવાઝોડું ફૂંકાતા અનેક તોતિંગ વૃક્ષો ધરાશાયી થતા વીજ પોલ તૂટી જતા અંતરીયાળ વિસ્તારના ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ભાંદા ગામ પાસે વીજ પોલ તૂટી જતા માર્ગ અવરોધાયો હતો. ભારે વરસાદને પગલે ખાપરી નદી બન્ને કાંઠે વહેતી થઈ હતી. જોકે વાવાઝોડાને પગલે કોઈ જાનહાની કે ઘરોને નુકસાની ના અહેવાલ સાંપડી શક્યા નહતા.પાછોતરા વરસાદ ને પગલે ખેતી પાકો ને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે.
999 રૂપિયામાં બુક કરો ઇલેક્ટ્રિક બાઇક, દોડશે 140 કિમી, લુક FZ જેવો
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં એકવાર ફરી હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દ. ગુજરાતમાં સુરત, નવસારી, તાપી અને ડાંગમાં સારો એવો વરસાદ પડવાની સંભાવના રહેલી છે. એ સિવાય છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રમાં અમરેલી, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં સારો એવો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વરસાદની વિગતો આપતાં કહ્યું હતું કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉતર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ ૫ડવાની સંભાવના છે. રાજયમાં હાલ અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, દેવભૂમિદ્વારકા, ગીરસોમનાથ, જામનગર, જુનાગઢ, કચ્છ, નવસારી, રાજકોટ, સુરત અને વલસાડમાં NDRFની ૧-૧ ટીમ મળી કુલ-૧૨ ટીમો તૈનાત કરાઈ છે. તથા ૧ ટીમ ગાંધીનગર અને ૨ ટીમો વડોદરા ખાતે એમ કુલ ૩ ટીમો રીઝર્વ છે. તેમજ રાજયમાં હાલ SDRFની કુલ ૧૧ પ્લાટુન રીઝર્વ છે.
Atal Foot Bridge: અટલ બ્રિજની મુલાકાત લેતાં પહેલાં જાણી લો એન્ટ્રી ફી અને નિયમો
નવરાત્રિમાં પડશે વરસાદ
ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે. ગુજરાતમાં અંબાલાલ પટેલે વરસાદની વોર્નિંગ આપીને નવરાત્રીથી લઈ દિવાળી સુધીની આગાહી કરી છે. બીજી બાજુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં એકવાર ફરી હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ વખતે મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં વરસશે. જેમાં ખાસ કરીને સુરત, નવસારી, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના જણાવી છે. આ સિવાય છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રમાં અમરેલી, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં સારો એવો વરસાદ પડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube