પહેલા વરસાદમાં જ અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા, સ્માર્ટ સિટીની પોલ ખૂલી
Ahmedabad Rain : અમદાવાદમાં વરસાદના આગમન સાથે જ તંત્રની ખુલી પોલ,,, માણેકબાગ ચાર રસતા પાસે રોડ બેસી ગયો,,,, રાયપુરના ચકલેશ્વર મહાદેવ પાસે 2 મકાનનો કેટલોક ભાગ ધરાશાયી
Ahmedabad News : લાંબા સમયની રાહ જોયા બાદ આખરે અમદાવાદ શહેરમાં વરસાદનું આગમન થયું છે. રાતના 12 થી શરૂ થઈને સવાર સુધી અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે, આ વરસાદ અમદાવાદીઓ માટે આફતનો વરસાદ બની રહ્યો. ઓછા વરસાદમાં પણ અમદાવાદભરમાં પાણી ભરાવાના બનાવ બન્યા છે. પહેલા જ વરસાદમાં સ્માર્ટ સિટી અમદાવાદની પોલ ખૂલી છે. ચોમાસના આગમન સાથે મનપાના પાપે શહેરીજનોની મુશ્કેલી વધી છે.
અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ સર્જાયો છે. મોડી રાતથી શહેરના વિવિધ વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ વરસાદ વરસ્યો. હાલ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ યથાવત છે. જોકે, આ કારણે વાતાવરણ આહ્લાદક બન્યું છે. મધરાતે શહેરના પૂર્વ ભાગના કેટલાક વિસ્તારમાં નોંધનીય વરસાદ નોંધાયો હતો. અડધાથી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં મધરાતથી શહેરના અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો. મેમ્કો અને નરોડામાં સૌથી વધુ સવા 3 ઈંચ તો વિરાટનગરમાં 2, ચકુડિયા અને નિકોલમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો. પશ્ચિમના કેટલાક વિસ્તારમાં પણ અડધા ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. રાતના 12 થી 1 દરમ્યાન વિરાટનગરમાં 2 ઇંચ, ચકુડિયા અને નિકોલમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો. તો પશ્ચિમના ટાગોર હોલ, ઉસ્માનપુરા, ચાંદખેડા અને રાણીપ વિસ્તારમાં પણ ૧ થી ૧.૫ ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો.
દુષ્કર્મ પીડિતાની આપવીતી : મારા સિવાય અન્ય છોકરીઓને પણ સ્વામી ખરાબ નજરે જોતા હતા
પહેલા જ વરસાદમાં સ્માર્ટ સિટી અમદાવાદની પોલ ખુલ્લી પડી છે. વોરાના રોજા શહેર કોટડા વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. લોકોના વાહનો ખોટવાતા મુશ્કેલી થઈ છે. મનપાના પ્રિમોન્સૂન કામગીરીના દાવાઓને સ્થાનિકોએ નકાર્યા છે. દર વર્ષે પાણી ભરાવવાની સમસ્યાથી જનતાને કોઈ રાહત મળતી નથી.
ચોમાસાના આગમન સાથે મનપાના પાપે શહેરીજનોની મુશ્કેલી વધી છે. માણેકબાગ ચાર રસ્તા પાસે રોડ બેસી જવાની ઘટના બની છે. થોડા સમય પહેલા જ આ રોડનું સમારકામ મનપાએ કર્યું હતું. એક જ વરસાદમાં રોડ બેસી ગયો. રોડ બેસી જતા મોટી હોનારત થવાની શક્યતા છે.
રાયપુર ચકલેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલા લાલા વસાણીની પોળમાં બે માળના મકાનનો કેટલોક જર્જરિત ભાગ ધારશાયી થયો છે. ફાયર વિભાગે મકાનમાં ફસાયેલાં 2 ભાઈઓનું રેસ્ક્યુ કર્યું હતું. બંને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
તો અમદાવાદની સાથએ ગાંધીનગર શહેરી વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. ગાંધીનગર શહેરના સેક્ટરો, વાવોલ, કોલવડા, કુડાસણ, સરગાસણ, પેથાપુર સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. મોડી રાતથી ઝરમર વરસાદ શરૂ થતા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
અમદાવાદમાં પિત્ઝા સેન્ટરના પિત્ઝામાંથી નીકળ્યો વાળ, ચીતરી ચઢી જાય તેવો કિસ્સો