Gujarat Weather Forecast: રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત છે. આગામી 24 કલાક રાજ્યમાં વરસાદની આગાહી છે. ઈન્ડ્યુઝ સાઇક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સ સક્રિય થતા ગુજરાત ફરી એકવાર માવઠાના બાનમાં છે. શનિવારે ગુજરાતા 69 તાલુકામાં વરસાદ નોધાયો હતો. તો તલોદના દેવીયા ગામે વીજળી પડતા એકનું મોત તથા બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. સાંજના સમયે ઘર નજીક કામ કરતા ત્રણ લોકો પર વીજળી ત્રાટકી હતી. જેમાં વીજળી પડતા 30 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું છે. તો ૧૩ વર્ષીય બાળક અને ૪૫ વર્ષીય યુવાન ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ક્યાં ક્યાં આગાહી
હજી પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આ ઉપરાંત છોટાઉદેપુર, ભરૂચ, વડોદરા, આણંદ, ખેડા અને દાહોદમાં આગાહી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મેહસાણામાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર અને કચ્છમાં આગાહી છે.  


ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : આ જિલ્લામાં તૂટી પડશે ધોધમાર વરસાદ


આવતીકાલથી તાપમાનમાં ઘટાડો
આવતીકાલથી તાપમાનમાં મોટો ફેરફાર થશે. લઘુત્તમ તાપમાનમાં આવતિકાલથી 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હાલ ગુજરાતામં ભારે પવનો ફૂંકાઈ રહ્યાં છે. રાજ્યમાં પવનનો ગતિ 30 થી 40 કિમી પ્રતિ કલાકની રહેશે. આ કારણે આગામી 48 કલાક માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 
 
મોટી દુર્ઘટના : આબુથી અંબાજી આવતી રાજસ્થાનની બસ પલટી મારીને નદીમાં ખાબકી