Gujarat Monsoon 2024: મેઘરાજાની ફરી એકવાર ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ગઈ છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠામાં ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા. તો અમદાવાદમાં સતત બે દિવસથી પડી રહેલા ભારે વરસાદથી શહેરના અનેક વિસ્તાર સરોવરમાં બદલાઈ ગયા. ઉત્તર ગુજરાતમાં આફતનો આ વરસાદ તમે જુઓ...મેઘરાજાની વધુ એક ઈનિંગ એવી શરૂ થઈ ગઈ, ઉત્તરના અનેક શહેરો જળબંબાકાર થઈ ગયા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી 72 કલાક ખુબ જ ભારે! આ વિસ્તારોમા તબાહી લાવશે મેઘો, અંબાલાલની સૌથી ડરામણી આગાહી


સાબરકાંઠાની અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ગઈ, વીજાપુરમાં 8 ઈંચ વરસાદથી શહેર પાણી પાણી થઈ ગયું. બનાસકાંઠાના પાલનપુરમાં ઠેર ઠેર પાણી ભરાતાં વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી. તો મેઘરજમાં અનેક જગ્યાએ ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા. ઊંઝા પણ સામાન્ય વરસાદમાં બંધ થઈ જતો અંડરપાસ ફરી એકવાર બંધ થઈ ગયો. તો અમદાવાદમાં પણ સતત બે દિવસથી પડી રહેલો વરસાદ અનેક વિસ્તાર માટે મુશ્કેલી લઈને આવ્યો છે. SG હાઈવે, પ્રહલાદનગર, સેટેલાઈટ, થલતેજ, ગોતા, પાંજરાપોળ, આંબાવાડી સહિતના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. 


જન્માષ્ટમીની રાત્રે અહીં છૂપાવજો મોરપીંછ, આ ઉપાયથી ક્યારેય ખાલી નહીં થાય તિજોરી


અમદાવાદ અને ગાંધીનગરની સાથે ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ જોવા મળ્યો. એક તરફ પાલનપુરના બસ સ્ટેશનમાં પાણી ઘૂસી જતાં મુસાફરો મુશ્કેલીમાં ફસાયા. તો મહેસાણાના વીજાપુરમાં ખાબકેલા 8 ઈંચ વરસાદથી શહેર સરોવરમાં ફેરવાઈ ગયું. મેઘરાજાની વધુ એક ઈનિંગ લોકો માટે આફત લઈને આવી તો હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ત્યારે કેવી સ્થિતિ થાય છે તે જોવું રહ્યું.