વડોદરા : મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ પેદા થઇ છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં એક જ દિવસમાં 16 ઇંચ, પાવી જેતપુરમાં 10 ઇંચ, છોટાઉદેપુરમાં 9 ઇંચ અને ક્વાંટમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. પંચમહાલ જિલ્લાના જાંબુઘાડામાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે. નર્મદાના સાગબારામાં અને ડેડિયાપાડામાં 5-5 ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ભારે વરસાદના કરણે પ્રતાપનગર, છોટાઉદેપુર રેલવે લાઇન પર બોડેલી-પાવી જેતપુર સ્ટેશન વચ્ચે ટ્રેક ધોવાઇ જવાના કારણે પેસેન્જર ટ્રેન પણ રદ્દ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: 546 નવા કેસ, 463 રિકવર થયા, એક પણ મોત નહી


મધ્યગુજરાતમાં ગઇકાલ રાતથી સતત વરસી રહેલો વરસાદ સતત વરસી રહ્યો છે. સવારે 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં અતિ ભારે વરસાદ થયો છે. રાજ્યમાં સૌથી વધારે વરસાદ છોટાઉદેપુરના બોડેલીમાં નોંધાયો હતો. બોડેલીમાં રેકોર્ડબ્રેક 16 ઇંચ વરસાદ પડ્યો હતો. જેના કારણે સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. પાવી જેતપુર અને બોડેલીમાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે. બોડેલીમાં સતત ત્રીજા દિવસે પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ રહી હતી. વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડતા જળબંબાકાર જોવા મળી રહ્યો છે. લગભગ મોટા ભાગના વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. 


ZEE 24 KALAK ના અહેવાલ બાદ લાખો લોકોની સમસ્યાનો અંત આવ્યો, નાગરિકોએ કહ્યુ આભાર...


બોડેલીના મુખ્યમાર્ગો પર પાણી ફલી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ભારે વરસાદના પગલે પલાસની કાળીડોળી પુલ એપ્રોચ ધોવાઇ જતા રસ્તો બંધ થઇ ગયો હતો. જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. એક પેટ્રોલ પંપ પાણીમાં ડુબી ગયો હતો. છોટાઉદેપુર જિલ્લામાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. ઠેરઠેર રસ્તા બંધ કર્યા છે. બોડેલી વડોદરા હાઇવે પણ બંધ કરી દેવાયો છે.


SURAT માં મુખ્યમંત્રીનું આહ્વાન, હવે બેક ટુ બેઝીક થવું પડશે, પ્રકૃતીએ આપણને અમૃત આપ્યુ આપણે માત્ર ઝેર


બંધ કરવામાં આવેલા રસ્તા...
* કડુલી મહુડી સિંધી પાણી રણબોર રોડ
* હરીપુરા (બો) એપ્રોચ રોડ
* રાજપુરા એપ્રોચ રોડ
* નસવાડી કુકાવટી વાઘીયા મહુડા રોડ
* વજેપુર કેવડીયા એપ્રોચ રોડ
* વજેપૂર એપ્રોચ રોડ
* કાલી તલાવડી કંટેશ્વર રોડ
* બોબડાકૂવા, મોટા રાસ્કા લાંભિયા ઝંડ રોડ
* નાનાવાંટ હાલ્લી નાની ઝરી રોડ
* રાયપુર- ખુસાલપુર રોડ
* દમોલી ખરેડા રોડ
* ખરેડાં - ખડકિયા રોડ
* લાવાકોઈ દામની - આંબા કેવડી રોડ
* પલાસની કરમદી રોડ
* મોઘલા એપ્રોચ રોડ
* રામપ્રસાદી એપ્રોચ રોડ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube