ગાંધીનગર/નવી દિલ્હીઃ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે સ્થિતિ મુશ્કેલ બની રહી છે. રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અનેક જગ્યાએ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. તો રસ્તાઓનું ધોવાણ થતાં કેટલાક ગામડાઓ સાથે સંપર્ક તૂટી ગયો છે. અમદાવાદમાં જ રવિવારે મોડી રાત સુધી ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરી તમામ માહિતી મેળવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી મોદીએ મદદ કરવાની ખાતરી આપી
ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે સ્થિતિ વિકટ બની રહી છે. રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી આપવામાં આવેલી વિગત પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી વરસાદ અંગે તમામ માહિતી મેલવી છે. પીએમ મોદીએ મુખ્યમંત્રીને એનડીઆરએફ સહિત તમામ જરૂરી મદદ કરવાની ખાતરી આપી છે. 


વડોદરાઃ ઢાંઢર નદી બની ગાંડીતુર, ડભોઈ તાલુકાના 8 ગામો સંપર્ક વિહોણા


હવામાન વિભાગની આગાહી પ્રમાણે ડાંગ, નવસારી, વલસાદ, દાદરા નગર હવેલી, તાપી અને સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર, આ સિવાય ખેડા, ભરૂચ, અમદાવાદ, નર્મદા, આણંદમાં પણ ભારે વરસાદની આગાહી છે. ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ ભારે વરસાદ પડી શકે છે. 


13 જુલાઈએ દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, દમણ, વલસાદ, ભરૂચ, સુરત, તાપી, ગીર સોમનાથ, જૂનાગઢ, અમદાવાદ, નર્મદા, આણંદ, અમરેલી, પોરબંદર અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારમાં પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. 


આ પણ વાંચોઃ અમદાવાદમાં ભારે વરસાદને પગલે કોર્પોરેશનનો મોટો નિર્ણય, શહેરમાં તમામ ગાર્ડન રહેશે બંધ


હવામાન વિભાગની આગાહી પ્રમાણે 14 જુલાઈની વાત કરવામાં આવે તો નવસારી, વલસાદ, સુરત, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, આ સિવાય દક્ષિણ ગુજરાતના ભરૂચ, તાપીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. 15 જુલાઈએ રાજ્યમાં ડાંગ, સુરત, વલસાદ, દમણ, નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube