Junagadh Rain Video: જૂનાગઢમાં વરસાદનું રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે.  છેલ્લા ચાર કલાક થી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, મેઘો ખમૈયા કરવાનું નામ લઇ રહ્યો નથી. ગિરનાર પર્વત ઉપર આશરે 14 ઇંચ વરસાદ પડતા પર્વત ઉપરનું પાણી શહેરમાં ઘૂસી ગયું છે, જેના લીધે જૂનાગઢમાં ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં પાણી પાણી.. જોવા મળી રહ્યા છે. જાણે શહેર વચ્ચે નદી વહી રહી હોય એવું લાગી રહ્યું છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આફત બનીને ત્રાટકેલા વરસાદના લીધે કલેક્ટર ,એસપી ,મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ રાહત કાર્ય માટે રસ્તા પર આવી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં ચાર વાગ્યા સુધીમાં આશરે આઠ ઇંચ વરસાદ નોંધાયો છે તથા હજુ પણ વરસાદનું જોર યથાવત જોવા મળી રહ્યું છે. જેને પગલે તંત્ર દ્વારા લોકોને ઘરની બહાર  નહીં નીકળવા અપીલ કરી છે. 



ગિરનાર પર્વત પર વરસી રહેલા વરસાદના લીધે જુનાગઢમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. અત્રે નોંધનીય છે આ પહેલાં જુનાગઢમાં આવો વરસાદ ક્યારે ખાબકયો નથી. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી વહી રહ્યા છે. જેને લીધે કારો રમકડાંની માફક તણાતી જોવા મળી રહી છે. વરસાદના લીધે પાણીનો પ્રવાહ જાણે શહેરની ચીરીને નદીની માફક વહી રહ્યો છે. 



સતત વરસી રહેલા વરસાદના લીધે જુનાગઢ શહેર અને જિલ્લામાં અતિશય વરસાદથી સ્થિતિ વિકટ બની છે. જુનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાણીથી જળબંબાકાર જોવા મળી રહ્યો છે. 



અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં આજ સવાર સુધીમાં વિસાવદરમાં 8 ઇંચ, ભેંસાણ-મેંદરડામાં દોઢ- દોઢ ઇંચ, કેશોદમાં 9 ઇંચ, માળીયા હાટીના, વંથલીમાં પોણો પોણો ઇંચ અને માણાવદરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે



જ્યારે વિસાવદર શહેર તેમજ પંથક માં મેઘરાજા જાણે રુદ્ર રૂપ દેખાડી રહિયા હોય તેમ બે કલાકમાં 8 ઈંચ વરસાદ પડયો હતો જેના કારણે નદી નાળા છલકાઈ ગયા હતા તેમજ ધારી બાયપાસ માં અંડર બ્રિજ માં પસાર થતો બોલેરો પિકઅપ ગાડી પસાર થતી વખતે એકાએક પાણી ના ભારે પ્રવાહ મા ફાસાઈ ગયું હતું