Junagadh Rain: જૂનાગઢમાં ભયંકર પૂર! એસપી-કલેક્ટરની લોકોને અપીલ, ઘરમાં જ રહેજો, નહીં તો....
Junagadh Heavy To Heavy Rain: જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા શહેરમાં ભયંકર પૂર આવ્યું છે. શહેરની અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે. શહેર આખુ બેટમાં ફેરવાયું છે. શહેરના કાળવા જયશ્રી રોડ, જલારામ સોસાયટી, દોલતપાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે.
Junagadh Heavy To Heavy Rain: ગઢમાં વરસાદનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. છેલ્લા ચાર કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ગિરનાર પર્વત ઉપર આશરે 14 ઇંચ વરસાદ પડતા પર્વત ઉપરનું પાણી શહેરમાં ઘૂસ્યું છે. જૂનાગઢમાં ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં પાણી પાણી દેખાઈ રહ્યું છે. જેના કારણે કલેક્ટર, એસપી, મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ રાહત કાર્ય માટે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. જૂનાગઢમાં ચાર વાગ્યા સુધીમાં આશરે આઠ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. હજુ પણ વરસાદનું જોર યથાવત છે. જેના કારણે તંત્રએ લોકોને ઘરની બહાર નહીં નીકળવા અપીલ કરી છે.
જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા શહેરમાં ભયંકર પૂર આવ્યું છે. શહેરની અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે. શહેર આખુ બેટમાં ફેરવાયું છે. શહેરના કાળવા જયશ્રી રોડ, જલારામ સોસાયટી, દોલતપાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઝાંઝરડા રોડ, દોલતપરા, સાબરપુર, ટિંબાવાડી, મધુરમની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે. દોલતપરા, ગાંધીધામ, સહિતની અનેક સોસાયટીઓમાં પાણી ફરી વળતા જનજીવન અને વાહન વ્યાવહાર પ્રભાવિત થયો છે. વીજળીના કડાકા-ભડાકા સાથે અનરાધાર વરસાદથી જૂનાગઢ શહેરમાં ભયંકર પૂર આવ્યું છે.
જૂનાગઢ શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી
જૂનાગઢ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે. ગીરનાર પર્વત ઉપર 8 ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. જૂનાગઢ શહેરમાં રસ્તાઓ પર નદીઓ વહી રહી છે. જૂનાગઢના એસપીએ લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી છે. શહેરના અનેક માર્ગોમાં લોકો વાહનો સાથે ફસાયા છે. લોકો તળેટી તરફ ન જવા અપીલ કરી છે. ધોધમાર વરસાદ ખાબકતા તળેટી પાણી-પાણી થઈ છે. જૂનાગઢના ભૂતનાથ મંદિર નજીકના અનેક મકાનોમાં પાણી ઘુસી ગયા છે.
જૂનાગઢ જિલ્લામાં ફરી એક વખત વિનાશનો વરસાદ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ગિરનાર પર્વત પરથી ધસમસતા પાણી વહી રહ્યા છે. જુનાગઢ શહેર અને જિલ્લામાં અતિશય વરસાદથી સ્થિતિ વિકટ બની છે. જુનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાણીથી જળબંબાકાર જોવા મળી રહ્યો છે. રસ્તાઓ જાણે નદી બની ગયા હોય તેવી સ્થિતિ છે. જુનાગઢમાં ચારેકોર અતિશય વરસાદથી રસ્તાઓ પર પાર્ક કરેલી કાર પાણી તરતી જોવા મળી હતી.