ગાંધીનગર : રાજ્યમાં આજનો દિવસ વરસાદમય રહ્યો હતો. છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. મેઘરાજાએ ક્યાંય થોડી તો ક્યાંય વધારે પ્રમાણમાં કૃપા વરસાવી છે. અંજારમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. અંજારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. ગોંડલ શહેરમાં ભારે વરસાદના પગલે અંડરબ્રિજ, બસ સ્ટેન્ડમાં પાણી ભરાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરેલી જિલ્લામાં બપોર બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે. બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા નડાળા ગામની નદીમાં ધોડાપુર આવ્યું છે. નદીના ધસમસતા પ્રવાહમાં માલવાહક બોલેરો જીપ તણાઇ હતી. જો કે સમયસુચકતા વાપરતા કારમાં બેઠેલા ત્રણ લોકોનો આબાદ બચાવ થયો છે. સદભાગ્યે કોઇ મોટી દુર્ઘટના બની નથી પરંતુ બોલેરો તણાઇ ત્યારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનો અહીં ઉમટી પડ્યાં હતા. 


અમરેલી જિલ્લામાં બપોર બાદ વરસાદની એન્ટ્રી જોવા મળતા બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. નડાળા, રણપર, ફુલજર, મોટા દેવાળીયા સહિતના આસપાસના સાંબેલાધાર મેઘસવારીથી પાણી જોવા મળી રહ્યું છે. સૌથી વધારે નડાળા ગામમાં અનરાધાર વરસાદ 3 ઇંચ જેટલો પડતા સ્થાનીક નદીમાં ધોડાપુર આવ્યું છે. અમરેલી જિલ્લામાં સતત 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે ગઇ કાલે સાવરકુંડલા, કુંકાવાવ લાઠી વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે નદીનાળા અને ચેકડેમ ભરાઇ ગયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube