વલસાડઃ વલસાડ જિલ્લાની તમામ નદીઓ અત્યારે રોદ્ર સ્વરૂપમાં જોવા મળી રહી છે. વલસાડના કપરાડા અને ધરમપુરના જંગલ અને ડુંગર વિસ્તારમાં અવિરત ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જિલ્લાની તમામ નદીઓમાં ત્યારે પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહે છે સૌથી વધુ પુર ઓરંગા અને દમણ ગંગા નદીમાં જોવા મળી રહ્યું છે. કપરાડા વિસ્તારમાં 24 કલાકમાં 10 ઇંચ થી પણ વધારે વરસાદ ખાબકતા મધુબન ડેમના કેચમેન વિસ્તારમાં સવા લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક મકાનમાં ફસાયેલા ચાર લોકોને રેસ્ક્યૂ કરાયા
વલસાદના કશ્મીર નગરમાં એક મકાનમાં પાણી ભરાવાને કારણે ચાર લોકો ફસાયા હતા. આ ચારેય લોકોને મહામહેનતે રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. પાલિકાની ટીમ દ્વારા ધસમસતા પાણીના પ્રવાહમાંથી ચાર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોતાનું ઘર ન છોડવાની જીદને કારણે પરિવાર મુશ્કેલીમાં ફસાયો હતો. ત્યારબાદ તંત્રની ટીમ દ્વારા બે પુરૂષ અને બે મહિલાને બહાર કાઢવામાં આવ્યા છે. 


જેના કારણે તંત્ર દ્વારા અત્યારે 10 દરવાજા ત્રણ મીટર ખોલીને એક લાખ વિશે પાણી દમણ ગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે દમણ ગંગા નદી અત્યારે રોદ્ર સ્વરૂપમાં જોવા મળી રહી છે, અને જે રીતે કેચપ વિસ્તારમાં વરસાદની આવક વધી રહી છે. તે જોતા આવતા સમયમાં દોઢ લાખ ક્યુસેક પાણી તંત્ર દમણ ગંગા નદીમાં છોડવામાં આવશે. જેને જ લઈને દાદરા નગર હવેલી વાપી અને દમણના 22 જેટલા ગામોને જાહેર કરી દેવામાં આવ્યા છે. આ વિસ્તારના લોકોને નદી કિનારે ન જવા માટે સૂચના આપી દેવામાં આવી છે. આવતા 36 કલાક હજી વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને જ લઈને વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર અને મધુબન ડેમનું તંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે.


આ પણ વાંચોઃ સમગ્ર ગુજરાતમાં પાણી-પાણી, છેલ્લા 24 કલાકમાં 218 તાલુકામાં વરસાદ, છોટાઉદેપુરના બોડેલીમાં 22 ઈંચ


છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. વલસાદના ધરમપુરમાં 9 ઈંચ વરસાદ પડ્યો છે. તો વલસાદના કપરાડામાં 8 ઈંચથી વધુ વરસાદ થયો છે. વલસાદના ચીખલીમાં ત્રણ ઈંચથી વધુ, પારડીમાં અઢી ઈંચ, વાપીમાં બે ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. તો તંત્રએ પણ લોકોને સાવચેત રહેવાની સૂચના આપી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube