અમદાવાદમાં પહેલો ‘રાહત`નો નહીં, ‘આફત`નો વરસાદ; જાણો કયા કયા વિસ્તારોમાં ભરાયા પાણી
સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસ્યા બાદ લાંબા સમયની રાહ જોયા બાદ આખરે અમદાવાદ શહેરમાં વરસાદનું આગમન થયું છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો જેના કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી પરંતુ આ વરસાદે લોકોની સમસ્યામાં વધારો કર્યો છે.
Ahmedabad HeavyRains: ચોમાસાની શરૂઆતમાં અમદાવાદ શહેરમાં માત્ર નામનો વરસાદ પડ્યો હોવા છતાં પાણી ભરાવવાની અને ખાડાઓની સમસ્યા શરૂ થઈ ગઈ છે. જી. હા ચોમાસાના પહેલા જ વરસાદે સ્માર્ટ સિટી અમદાવાદની પોલ ખોલી નાખી છે. મનપાના પ્રિમોન્સૂન કામગીરીના દાવાઓ માત્ર કાગળ પર જ રહી જતા હોય તેવું લાગી રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભૂવાઓની વચ્ચે જ જનતાને જીવવું પડશે. કયા કયા વિસ્તારમાં ભરાયા છે પાણી.
રાજકોટમાં લોકસંવેદનાનો પડઘો! રડતા રડતા લોકોએ કહ્યું; 'આવી સરકાર અમારે નથી જોઈતી'
સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસ્યા બાદ લાંબા સમયની રાહ જોયા બાદ આખરે અમદાવાદ શહેરમાં વરસાદનું આગમન થયું છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો જેના કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી પરંતુ આ વરસાદે લોકોની સમસ્યામાં વધારો કર્યો છે. માત્ર એક દિવસના વરસાદમાં જ સ્માર્ટ સિટી અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાવવા લાગ્યા છે.
પુષ્પા સ્ટાઇલમાં લાકડાની ચોરીના નેટવર્કનો પર્દાફાશ, આ રીતે ઝડપાયો કરોડોનો મુદ્દામાલ
તો અમદાવાદમાં પ્રથમ વરસાદે જ લોકોની મુશ્કેલી વધારી દીધી છે. પૂર્વ વિસ્તારમાં મોડીરાત્રે થયેલા વરસાદ બાદ તંત્રના તમામ દાવાઓ પોકળ સાબિત થતા દેખાય છે. શહેરના નરોડા, કૃષ્ણનગર અને નિકોલમાં રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. નરોડા નજીક યોગા સર્કલ પાસે પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે.
ખાજા ન ખાધા તો શું ખાધું? સુરતની આ સ્પેશિયલ વાનગીનો સ્વાદ માણશો તો મોહી જશો
તો આ તરફ અમદાવાદના સરસપુર વિસ્તારમાં પણ રસ્તા પર પાણી ભરાવાના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સરસપુરમાં પણ પાણી ભરાતા લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. લોકોની ફરિયાદ છે કે, દર ચોમાસે આવી જ રીતે પાણી ભરાય છે, પરંતુ હજુ સુધી આ સમસ્યાનો ઉકેલ આવતો નથી. ચોમાસાના આગમન સાથે મનપાના પાપે શહેરીજનોની મુશ્કેલી વધી છે. અમદાવાદના કૃષ્ણનગરમાં ક્યાંક પાણી ભરાવવા અને ક્યાંક ખાડાઓ પડવાના કારણે તંત્રની કામગીરીના પોલ ખોલતા દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તા પર ખાડામાં કાર ફસાઈ જતા મહામહેનત બાદ તેને બહાર કાઢવામાં આવી છે. કૃષ્ણનગરમાં રોડ બેસી જતાં રસ્તા પર માટી અને કાદવનું સામ્રાજ્ય જોવા મળ્યું છે.
22 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાશે, 'ગોધરા'નું રૂવાંટા ઉભા કરી દેતું ટ્રેલર રિલીઝ
અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓ હેરાન-પરેશાન થઈ ગયા છે. તો બીજી તરફ સરસપુર વિસ્તારની ગોદાણી હોસ્પિટલની સામે આવેલ સોમનાથ નાગરદાસની ચાલીના મકાનમાં ઘરની અંદર આવલું મોટું વૃક્ષ ધરાશાયી થયું છે. મોટું લીમડાનું વૃક્ષ એક તરફ પડતા ઘરના બે સભ્યોને સામાન્ય ઈજા પણ થઈ છે. અમદાવાદ શહેરમાં વરસાદની સાથે ભૂવા પડવાની સમસ્યા શરૂ ગઈ છે.
માત્ર 15 દિવસમાં આ 5 શેર કરાવશે તગડી કમાણી! ફરી નહીં મળે આવો મોકો
વરસાદના કારણે અમદાવાદના ખોખરા અનુપમ સિનેમા પાસે અંદાજે 6 ફૂટનો ભૂવો પડ્યો છે. જો કે તંત્રએ આ ભૂવાની ફરતે બેરિકેટિંગ કરી નાખ્યું છે. સાથે જ વરસાદ પડતાની સાથે જ વાસણા બેરેજના 4 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. હાલમાં 7 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.