Gujarat Weather Forecast : ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે સર્વત્ર વરસાદ આવી ગયો છે. ગત રોજથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવી ગયો છે. ભરશિયાળે માવઠું થતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. પાક સાચવવા શું કરવું તે સમજાતુ નથી. બે દિવસથી ગુજરાતનું વાતાવરણ એકાએક પલટાયું છે. ભરશિયાળે માવઠું આવ્યું છે. કડકડતી ઠંડી વચ્ચે વાદળો મંડરાયા છે અને વરસાદ આવ્યો છે. ત્યારે આજે પણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંચમહાલમાં વરસાદ
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. મોડી રાત્રે મૂળાની કાપડી, ગજાપુરા, કાંટુ સહિત દાહોદ જિલ્લાના છેવાડાના વાવ લવારીયા, કાકલપુર સહિતના ગામોમાં મોડી રાત્રે અને વહેલી સવારે કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં પાક સાચવવા દોડધામ મચી હતી. ઘાસચારો ખુલ્લામાં હોવાથી ખેડૂતોએ ઢાંકવા કર્યો પ્રયાસ પરંતુ કેટલોક ઘાસચારો પલળી ગયો છે. ઘઉંના પાકને હાલ રાહત છે, જ્યારે તુવેર કપાસ અને સૂકા ઘાસચારામાં નુકશાનની ભીતિ છે. મોડી રાત્રે અને વહેલી સવારે ભારે ઝાપટા સાથે કમોસમી વરસાદ બાદ હાલ પણ વાદળછાયું વરસાદી વાતાવરણ છવાયું છે. 


દાહોદમાં વરસાદ 
દાહોદ શહેર સહિત લીમખેડા ઝાલોદ ગરબાડા પંથકમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. દાહોદ શહેરમાં વીજળીના કડાકા સાથે વહેલી સવારથી વરસાદ તૂટી પડ્યો છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. આ કારણે જિલ્લાના ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. 


રામ મંદિર બનતું જોઈને હરખાયા શબરીના વંશજો : ડાંગથી રામ લલ્લાને ખાસ ભેટ ધરાવાશે


આણંદમાં વરસાદ 
આણંદમાં મધ્યરાત્રે કમોસમી વરસાદ ખાબક્યો હતો. સમગ્ર આણંદ પંથકમાં મધ્ય રાત્રે કમોસમી વરસાદ તૂટી પડ્યો. કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો. આ વરસાદને કારણે શાકભાજી, બટાકા, તમાકુના પાકને નુકશાનની ભીતિ છે. 


Mukesh Ambani: મુકેશ અંબાણીના પહેલા બોસનો દીકરો છે રિલાયન્સના હાઈએસ્ટ પેઈડ કર્મચારી