ઘાતક આગાહી સાથે ગુજરાતમાં ફરી એલર્ટ પર : ત્રણ દિવસ બાદ ફરીથી વધશે તાપમાન
Severe Heatwave Alert In Gujarat : આજથી 3 દિવસ ગુજરાતમાં હીટવેવની હવામાનની આગાહી,,, 7મેને મતદાનના દિવસે ગરમીનો પારો પહોંચી શકે છે 43 ડિગ્રીને પાર
Gujarat Weather : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. ચાર જિલ્લાઓમાં તાપમાન 41 ડિગ્રીથી વધુ પર પારો પહોંચી ગયો છે. તો અન્ય ચાર જિલ્લાઓમાં 40 થી વધુ ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૌથી વધુ 43 ડિગ્રી સાથે અમરેલી રાજ્યનો સૌથી ગરમ જિલ્લો બન્યો છે. વલ્લભ વિદ્યાનગરમાં 41.5 ડિગ્રી, વડોદરામાં 41.2 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં 40.8 ડિગ્રી, ભાવનગરમાં 40.4, રાજકોટમાં 40.9 ડિગ્રી, સુરતમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ત્રણ દિવસ બાદ તાપમાન વધવાની હવામાન વિભાગની આગાહી છે.
- ડીસા 37.3 ડિગ્રી
- ગાંધીનગર 37.8 ડિગ્રી
- વલસાડ 36.8 ડિગ્રી
- દમણ 34.2 ડિગ્રી
- ભુજ 39.3 ડિગ્રી
- નલિયા 34.5 ડિગ્રી
- કંડલા એરપોર્ટ 39.2 ડિગ્રી
- દ્વારકા 32.4 ડિગ્રી
- ઓખા 35.3 ડિગ્રી
- પોરબંદર 36.8 ડિગ્રી
- વેરાવળ 32.8 ડિગ્રી
- દીવ 38 ડિગ્રી
- મહુવા 39.4 ડિગ્રી
- કેશોદ 39.7 ડિગ્રી
આઈએમડીના અનુસાર, મે મહિનામાં રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મરાઠવાડા, તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં અંદાજે 10 દિવસ એવા હશે, જેમાં અતિથી ભારે હીટવેવની અગાહી આવશે. હીટવેવ બાબતે મે મહિનો એપ્રિલ મહિનાનો પણ રેકોર્ડ તોડી દેશે. આ મહિને તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. મંગળવારે મતદાનના દિવસે પણ હીટવેવનો સામનો કરવો પડશે.
મૃત પિતા 18 વર્ષ બાદ Facebook પર જીવતા મળ્યા, બીજી યુવતી સાથે સંસાર માંડ્યો
તંત્ર દ્વારા નાગરિકોને સલાહ
બપોરે 2થી 4 ઘરની બહાર ન નીકળવા તંત્રએ સલાહ આપી છે. ગરમી વધવાની શક્યતાને પગલે તંત્રએ સચેત તેમજ સાવઘાની વર્તવા સૂચન કર્યું છે. બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને ખાસ પુરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ અપાઇ છે. તો લોકોને ઘરે બનાવેલા લીંબુ શરબત, વરીયાળી શરબત જેવા ઠંડક પ્રવાહી પીવા સલાહ અપાઈ છે. તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના અપડેટ માટે સમાચાર જોતા રહેવું.
રામજી કી ઇચ્છા સે : ગૌસેવામાં જીવન ન્યૌછાવર કરનાર મદનમોહનદાસજી બાપાની વિદાય
મે મહિના માટે ઘાતક આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, મે મહિનાની શરૂઆતમાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. 5-6 મે થી ગુજરાતમાં પુનઃગરમી આવશે. આ દિવસોમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પણ થવાનું છે. આ બાદ 10 થી 14 મે વચ્ચે પ્રિમોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા છે. તેના બાદ 20 મેથી ફરીથી ગરમી વધશે. આ બાદ ફરીથી 24-25 મેથી પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેશે. જેમાં 24 મેથી 4 જુન વચ્ચે આંધીવંટોળ સાથે વરસાદ રહેશે.
આંધી સાથે વરસાદ આવશે
અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે.
હચમચાવી દેતી ઘટના, પરિવાર એક નહિ થવા દેના ડરથી પ્રેમી પંખીડાનો પોલીસ સ્ટેશનમાં આપઘાત