Gujarat Weather : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. મોટાભાગના શહેરોમાં તાપમાન ઊંચકાયું છે. રાજ્યમાં 3 શહેરોમાં તાપમાન 42 ડિગ્રી પાર નોંધાયું છે. જેમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી નોંધાયું છે. આવતીકાલથી રાજ્યમાં ફરીથી ભારેથી અતિભારે હીટવેવની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ હીટવેવની અસર વર્તાશે. પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં હીટવેવની આગાહી છે. આગામી 5 થી 7 મે સમગ્ર રાજ્યમાં ગરમીનું યેલો એલર્ટ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ક્યાં કેટલુ તાપમાન છે તેના પર એક નજર કરીએ 


  • અમદાવાદ 41.7 ડિગ્રી

  • ગાંધીનગર 41.2 ડિગ્રી

  • ડીસા 40.8 ડિગ્રી

  • વડોદરા 40.8 ડિગ્રી

  • સુરત 39.8 ડિગ્રી

  • ભુજ 39.3 ડિગ્રી

  • અમરેલી 42.0

  • રાજકોટ 42.3 ડિગ્રી

  • સુરેન્દ્રનગર 42.3 ડિગ્રી

  • કેશોદ  40.4 ડિગ્રી


તંત્ર દ્વારા નાગરિકોને સલાહ 
બપોરે 2થી 4 ઘરની બહાર ન નીકળવા તંત્રએ સલાહ આપી છે. ગરમી વધવાની શક્યતાને પગલે તંત્રએ સચેત તેમજ સાવઘાની વર્તવા સૂચન કર્યું છે. બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને ખાસ પુરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ અપાઇ છે. તો લોકોને ઘરે બનાવેલા લીંબુ શરબત, વરીયાળી શરબત જેવા ઠંડક પ્રવાહી પીવા સલાહ અપાઈ છે. તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના અપડેટ માટે સમાચાર જોતા રહેવું.


PM મોદીની એન્ટ્રીથી મેદાન શાંત થયું, સૌરાષ્ટ્રના 45 રાજવીઓએ ભાજપને આપ્યુ સમર્થન


મે મહિના માટે ઘાતક આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, મે મહિનાની શરૂઆતમાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. 4-5-6 મે થી ગુજરાતમાં પુનઃગરમી આવશે. આ દિવસોમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પણ થવાનું છે. આ બાદ 10 થી 14 મે વચ્ચે પ્રિમોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા છે. તેના બાદ 20 મેથી ફરીથી ગરમી વધશે. આ બાદ ફરીથી  24-25 મેથી પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેશે. જેમાં 24 મેથી 4 જુન વચ્ચે આંધીવંટોળ સાથે વરસાદ રહેશે.


મે મહિનામાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે, આ વિસ્તારોમાં ભારેથી અતિભારે હીટવેવની આગાહી


આંધી સાથે વરસાદ આવશે 
અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે. 


PM નો કમલમના ચોકમાં સંવાદ, 2022 બાદ 2024 માં પણ, સ્થળ એ જ માત્ર સમય બદલાયો