Rain Alert In Gujarat : રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી આવી છે. આગામી 24 કલાક રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. બસ, આજે વરસાદ બાદ આવતીકાલથી રાજ્યમાં હીટવેવ આવી જશે. રાજ્યના કેટલાક ભાગોમાં આવતીકાલથી સીવિયર હીટવેવની આગાહી કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

17 મે સુરત અને વલસાડમાં હીટવેવની આગાહી છે. તો 18 મે પોરબંદર, ભાવનગર, કચ્છ, સુરતમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી છે. વરસાદ છતાં બુધવારે રાજ્યના 9 શહેરોમા તાપમાન 41 ડિગ્રી પાર નોંધાયું હતું. તો ગઈકાલે સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરના 43.7 ડિગ્રી નોંધાયું હતું. 


16 મેએ ક્યાં વરસાદની આગાહી
આજે અમદાવાદ, ગાંધીનગર, મેહસાણા, પાટણ, દાહોદ, છોટાઉદેપુરમા વરસાદની આગાહી છે. તો સાથે જ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ખેડા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી


  • ક્યાં કેટલું તાપમાન

  • અમદાવાદ 39.5 ડિગ્રી

  • ગાંધીનગર 39.2 ડિગ્રી

  • ડીસા 41.7 ડિગ્રી

  • વલ્લભ વિદ્યાનગર 41.1 ડિગ્રી

  • વડોદરા 41.4 ડિગ્રી

  • ભુજ,કંડલા 41.0 ડિગ્રી

  • અમરેલી 42.0 ડિગ્રી

  • ભાવનગર 40.6 ડિગ્રી

  • રાજકોટ43.2 ડિગ્રી

  • સુરેન્દ્રનગર 43.7 ડિગ્રી

  • મહુવા 40.8 ડિગ્રી

  • કેશોદ 42.0 ડિગ્રી


પરેશ ગોસ્વામીની આગાહી
ગુજરાતમાં માવઠાની પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. જેમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડવાની કરી મોટી આગાહી છે. આ આગાહી 16 મે સુધીની છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં સાયક્લોનિકના કારણે વરસાદ આવશે. તો રાજ્યમાં એકથી દોઢ ઈંચ વરસાદ પડવાની આગાહી છે. 13, 14, 15 અને 16મેએ પણ વરસાદ પડશે.


આંધી સાથે વરસાદ આવશે - અંબાલાલની આગાહી
અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે.


જોકે, 7 જૂનથી સાગરમાં પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે. 


મે મહિનો પણ ગરમીનો રેકોર્ડ તોડશે 
આઈએમડીના અનુસાર, મે મહિનામાં રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મરાઠવાડા, તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં અંદાજે 10 દિવસ એવા હશે, જેમાં અતિથી ભારે હીટવેવની અગાહી આવશે. હીટવેવ બાબતે મે મહિનો એપ્રિલ મહિનાનો પણ રેકોર્ડ તોડી દેશે. આ મહિને તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. મંગળવારે મતદાનના દિવસે પણ હીટવેવનો સામનો કરવો પડશે. 
 
તંત્ર દ્વારા નાગરિકોને સલાહ 
બપોરે 2થી 4 ઘરની બહાર ન નીકળવા તંત્રએ સલાહ આપી છે. ગરમી વધવાની શક્યતાને પગલે તંત્રએ સચેત તેમજ સાવઘાની વર્તવા સૂચન કર્યું છે. બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને ખાસ પુરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ અપાઇ છે. તો લોકોને ઘરે બનાવેલા લીંબુ શરબત, વરીયાળી શરબત જેવા ઠંડક પ્રવાહી પીવા સલાહ અપાઈ છે. તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ.


આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના અપડેટ માટે સમાચાર જોતા રહેવું.