Gujarat Weather Forecast : ગુજરાતમાં પાંચ દિવસ વરસાદી માહોલ રહ્યો. આ વરસાદની માહોલમાં ગરમીનો પારો નીચે ગયો હતો અને લોકોને ગરમીથી રાહત મળી હતી. પરંતું હવે ફરીથી અંગ દઝાડતી ગરમીની આગાહી આવી ગઈ છે. ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની હવામાનની આગાહી આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં ઓરેન્જ અને યલો અલર્ટ જાહેર કરાયુ છે. આજથી 3 દિવસ અમદાવાદમાં ઓરેન્જ અલર્ટની આગાહી છે. આજથી 3 દિવસ અમદાવાદનું તાપમાન 43-44 ડિગ્રી રહેશે. તો આજથી 3 દિવસ સુરત અને વલસાડમાં હીટવેવની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની હવામાનની આગાહી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર, 17 થી 22 મે દરમિયાન રાજ્યમા તાપમાન ઉંચુ જોવા મળશે અને પવન નોર્મલ સ્પીડમાં ઉત્તર પશ્ચિમના ફૂંકાશે.  
 
સુરેન્દ્રનગર દેશનું સૌથી ગરમ શહેર
સમગ્ર દેશમાં કાળઝાળ ગરમીએ માઝી મૂકી છે. ઉત્તર અને પશ્ચિમ ભારતના લોકો ગરમીમાં શેકાયા છે. સમગ્ર દેશમાં યુપીના આગ્રામાં રેકોર્ડબ્રેક 46.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો રાજસ્થાનના બાડમેરમાં 46.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતનુ સુરેન્દ્રનગર શહેર 44.7 ડિગ્રી તાપમાન સાથે સૌથી વધુ ગરમ રહ્યું. 44.2 ડિગ્રી સાથે અમદાવાદમાં પણ સીઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો. ડીસા 44.4 ડિગ્રી, ગ્રીન સિટી એવા પાટનગર ગાંધીનગરમાં પણ 44 ડિગ્રી ગરમીનો પારો પહોંચી ગયો હતો. ભૂજ 43.8, રાજકોટ 43.7, અમરેલી 43.2, વિદ્યાનગર 43.1, વડોદરા 42.2 ડિગ્રી તાપમાન નોધાયુ હતું. જોકે, આગામી દિવસોમાં પણ હજી ગરમીથી રાહત મળવાના કોઇ એંધાણ નહિ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મંદિરમાં ચપટી વગાડતા મટી જાય છે લોકોના દુખ-દર્દ, ગુજરાતમાં અહીં આવેલું છે આ મંદિર


આગાહીકાર અંબાલાલ પટેલે પણ આગાહી કરતા કહ્યું છે કે, તારીખ 17 મેથી ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે. 25 મે સુધીમાં મધ્ય ગુજરાતનાં ભાગોમાં તાપમાન 45 ડિગ્રીથી ઉપર જશે. આ દિવસોમાં અમદાવાદમાં 46 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતનાં ભાગોમાં 43, ઉત્તર સૌરાષ્ટ્રમાં 42 ડિગ્રી રહેવાની શક્યતા છે. 20 થી 22 મે સુધીમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. જેમાં કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે. 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ રહેવાની શક્યતા છે. જેમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ રહેવાની શક્યતા છે. આ દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાની શક્યતા છે. 


ચોમાસું ક્યારે આવશે 
અંબાલાલ પટેલે કહ્યું કે, 7 જૂન થી 10 જૂન સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં ચોમાસુ શરુ થવાની શક્યતા છે. 14-18 જૂનમાં ભારે આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે. કાચા મકાનના છાપરા ઉડી જાય તેવા વરસાદની આગાહી છે. આમ, 25 જૂનથી રાજ્યના મોટાભાગમાં ચોમાસુ શરુ થશે. 


ગુજરાતની શ્વેત ક્રાંતિ પર બનેલી ફિલ્મ Cannes માં બતાવાશે, ખેડૂતોએ આપ્યા હતા રૂપિયા


મે મહિનો પણ ગરમીનો રેકોર્ડ તોડશે 
આઈએમડીના અનુસાર, મે મહિનામાં રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મરાઠવાડા, તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં અંદાજે 10 દિવસ એવા હશે, જેમાં અતિથી ભારે હીટવેવની અગાહી આવશે. હીટવેવ બાબતે મે મહિનો એપ્રિલ મહિનાનો પણ રેકોર્ડ તોડી દેશે. આ મહિને તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. મંગળવારે મતદાનના દિવસે પણ હીટવેવનો સામનો કરવો પડશે. 


જાણીતી સિંગરનો દાવો, શાહરૂખ ખાન અને કરણ જોહર લંડન જઈ ચૂપચાપ કરતા હતા આ કામ
 
તંત્ર દ્વારા નાગરિકોને સલાહ 
બપોરે 2થી 4 ઘરની બહાર ન નીકળવા તંત્રએ સલાહ આપી છે. ગરમી વધવાની શક્યતાને પગલે તંત્રએ સચેત તેમજ સાવઘાની વર્તવા સૂચન કર્યું છે. બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને ખાસ પુરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ અપાઇ છે. તો લોકોને ઘરે બનાવેલા લીંબુ શરબત, વરીયાળી શરબત જેવા ઠંડક પ્રવાહી પીવા સલાહ અપાઈ છે. તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના અપડેટ માટે સમાચાર જોતા રહેવું.


જય શાહનું મોટું નિવેદન : આ 4 ટીમ હશે T20 World Cup જીતવાની પ્રબળ દાવેદાર