Cyclone Biparjoy Update: ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં સંભવિત બિપોરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે એક આગાહી કરી છે. આ વાવાઝોડું પોરબંદરથી 600 કિમી દૂર છે. ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાય કે ના ટકરાય પરંતુ તેની અસર ચોક્કસ વર્તાશે. જેના કારણે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદ પડવાની આગાહી છે. બિપોરજોય વાવાઝોડું ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે દરિયામાં સિગ્નલ બદલાશે. હાલ તમામ બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાવઝોડાના કારણે ગુજરાતના દરિયાનો કલર બદલાયો! આ વિસ્તાર પર સૌથી મોટું જોખમ


આ વિસ્તારોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આજે અમરેલી, ગીર સોમનાથ, સુરત, વલસાડ, નવસારી અને અમદાવાદમાં વરસાદની સંભાવના છે. આ વિસ્તારોમાં આજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. આવતીકાલથી પવનની ગતિમાં પણ વધારો થશે. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના  છે. રાજ્યમાં થંડરસ્ટ્રોમાં એક્ટિવિટીની અસર પણ રહેશે, જ્યારે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં વરસાદી વાતાવરણથી તાપમાન 2 ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે. 


શક્તિસિંહ ગોહિલની મહેનતનું 9 મહિના બાદ આવશે રિઝલ્ટ: BJP ક્લિનસ્વીપ કરશે કે 'શક્તિ'..


ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે અગાઉ આ વાવાઝોડાની અગાહી કરી ચૂક્યા છે. ત્યારે ફરી એકવાર બિપોરજોય વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, વાવાઝોડું 24 કલાકમાં પ્રચંડ રૂપ ધારણ કરશે. જેને લઈ 11થી 14 જૂન સુધી સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે. દરિયા કાંઠે 70થી 90 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સાથે દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ થવાનું પણ અનુમાન છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે પવન ફુંકાશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે.દ્વારકા, પોરબંદર, જામનગરમાં ભારે વરસાદની શક્યતા છે. ભાવનગર, જૂનાગઢમાં ભારે પવન ફુંકાશે અને વાવાઝોડાથી અરબ સાગર ખળભળી ઉઠશે.


રાજીવ પાસેથી શીખી રાજનીતિ: રાહુલ ગાંધીના 'વિશ્વાસુ', શું ગોહિલ બનશે 'સંકટમોચક'?


સૌરાષ્ટ્ર-કચ્છમાં ફૂંકાશે ભારે પવન!
તેમણે જણાવ્યું કે, આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. તો 13, 14 અને 15 જૂને ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે.  આ તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. માછીમારોને આગામી 5 દિવસ સુધી ચેતવણી આપવામાં આવી છે. માછીમારોને દરિયામાં અંદર જવાની મનાઈ છે. 


લગ્ને લગ્ને કુંવારો!20 વર્ષમાં કર્યા 50 લગ્ન,વિધવાઓ અને આધેડ મહિલાઓને પણ ઠગે ના છોડી