ગાંધીનગરઃ ગુજરાત માટે સારા સમાચાર છે. આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત તમામ વિસ્તારમાં સારો થશે. તો દક્ષિણ ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપી, વલસાડ, નવસારી અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદ થવાનો છે. સમગ્ર રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ થશે. તો હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની અપીલ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 


આ પણ વાંચોઃ વલસાડ જિલ્લામાં મેઘરાજાની પધરામણી, ઉમરગામમાં 5 અને વાપીમાં 4 ઇંચથી વધુ વરસાદ


રાજ્યમાં અત્યાર સુધી 43 ટકા વરસાદ
ગુજરાતમાં અત્યાર સુધી ચોમાસાની સીઝન દરમિયાન કુલ 43.14 ટકા વરસાદ થયો છે. રાજ્યમાં 14 તાલુકા એવા છે જેમાં 1000 મીમીથી વધુ વરસાદ થયો છે. 501-1000 મીમી વચ્ચે વરસાદ થયેલા તાલુકાની સંખ્યા 25 છે. તો 251-500 મીમી વરસાદ રાજ્યના 106 તાલુકામાં થયો છે. મહત્વનું છે કે ચોમાસાની અડધી સીઝન પૂરી થયા બાદ પણ રાજ્યમાં હજુ 49 ટકા જેટલા વરસાદની ઘટ છે. 


રાજ્યમાં સારા વરસાદની આગાહી
રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે 31 ઓગસ્ટથી ત્રણ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે. 1 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ રહેશે. તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થશે. રાજ્યમાં જન્માષ્ટમીના દિવસે એટલે કે સોમવારે, અમદાવાદા, રાજકોટ, વડોદરા, સુરત સહિત અનેક જગ્યાએ સારો વરસાદ થયો હતો. વરસાદને કારણે ખેડૂતોમાં ફરી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 


આ પણ વાંચોઃ BJP શરૂ કરશે વિધાનસભા ચૂંટણીની તૈયારી, 1 સપ્ટેમ્બરથી કેવડિયામાં ત્રી-દિવસીય પ્રદેશ કારોબારીની બેઠક


વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સવારથી વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ઉમરગામમાં બપોરે 2 કલાક સુધી 10 ઇંચ વરસાદ પડ્યો છે. તો કપરાડામાં 3 ઇંચ, પારડીમાં 1.30 ઇંચ વરસાદ થયો છે. વાપીમાં 5 ઇંચ વરસાદ થયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube