ઝી બ્યુરો/રાજકોટ: ઉપલેટા પંથકમાં હવામાન ખાતાની આગાહીના પગલે કડાકા ભડાકા સાથે ભારે કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાનને લઈને ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે. રાજ્યમાં આજે ઠંડીના ચમકારા વચ્ચે મેઘરાજા મનમુકીને વરસ્યા છે. કમોસમી માવઠાને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. વહેલી સવારથી જ વાતાવરણમાં વિઝિબ્લિટી ઘટી ગઈ છે જેના કારણે વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બહારના તો શું ગામના લોકો જ નથી લેતા આ ગામનું નામ, કંડક્ટર પણ સમજીને આપી દે છે ટિકીટ


વરસાદને કારણે ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થયું હોય તેવા દ્રશ્યો સમગ્ર રાજ્યમાંથી જોવા મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, તાપી અને નવસારીમાં વરસાદ વરસ્યો હતો...તો મધ્ય ગુજરાતમાં વડોદરા અને ખેડામાં માવઠું થયું હતું. સૌરાષ્ટ્રમાં તો લગભગ તમામ જિલ્લામાં મેઘરાજા વરસ્યા છે. જેમાં રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિતના જિલ્લામાં કમોસમી વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. 


ગુજરાતમાં આવેલું છે વિશ્વનું સૌથી પહેલું શાકાહારી સિટી, જાણો એક માત્ર શહેરની કહાની


રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સવારથી જ મેઘરાજાએ વરસવાનું શરૂ કરતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી. ખેડૂતોએ બાબતે કરેલ કપાસ, ધાણા, જીરું, તુવેર સહિતના જે રવિ પાકો તેમજ પશુઓ માટે વાવેતર કરેલ મકાઈ, જુવાર વગેરે ઘાસચારો ભારે પવનને કારણે ઢળી પડતા ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળી છે. નવા રવિ પાક માટે વાવેતર કરેલા બિયારણો પણ નિષ્ફળ જવાની પણ ખેડૂતોમાં ભિતી સિવાય રહી છે જ્યારે અમુક વાવેતર કરેલા પાકમાં પણ પાણી ભરાવાને લીધે પાક બળી જવાની પણ ખેડૂતોને ચિંતા કરાવી રહી છે.


ગુજરાતમાં અહીં દર શિયાળમાં ઈરાન, ઈરાક, અફઘાનિસ્તાનના લાખો પક્ષીઓ આવે છે વેકેશન માટે


ખેડૂતોએ મંડળીઓ અને બેંકોમાંથી ધિરાણ લીધેલા હોય તે ધિરાણ ભરવાના પૈસા પણ પૂરતા પ્રમાણમાં ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે ત્યારે ધિરાણ માફ કરવાની પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે તેમજ વહેલી તકે નવા ધિરાણ આપવામાં આવે તેવી પણ ખેડૂતોની ઉગ્ર માંગ રહી. અગાઉ પણ કૃષિ મંત્રી દ્વારા નુકસાનીના સર્વે કરાયા છે તેની પણ હજુ સુધી કોઈ ખેડૂતને સહાય મળી નથી તેઓ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે.


હવામાન વિભાગનું મોટું એલર્ટ : રાજકોટમાં સિમલા જેવો બરફ પડ્યો, વીજળી પડતા બેનાં મોત